ઈડરીયા ગઢ પરથી ૧૫૦૦ વર્ષ પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી

337

ઇડર,તા.૨૫
ઈડરીયા ગઢ પરથી નવીન ભવનના ખોદકામ દરમ્યાન અંદાજે ૧૫૦૦ વર્ષ પૂરાણી મૂર્તિઓ મળી આવતા ત્યાં કામ કરી રહેલા લોકો પ્રથમ નજરે અચંબિત થયા હતા. જોકે બાદમાં ભગવાનની મૂર્તિઓ હોવાનું માલુમ થતા કામદારોએ સૌ પ્રથમ પુરાતન ખાતાને તેમજ જૈન અગ્રણીઓને જાણ કરી જણાવતા જૈન આગેવાનોએ આ મૂર્તિઓ જૈન ભગવાનની હોવાનું ઓળખ કર્યું હતુ. ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ પુરાણી જૈન ભગવાન ની મૂર્તિ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવતા શહેરના જૈન સમાજ સહિત પુરાતત્વ વિદો માં આનંદ છવાયો છે આ અતિ પ્રાચીન મૂર્તિ સહિત અવશેષોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા ઈડરિયા ગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અહીં રવિવારે સવારે જેસીબી મશીનથી પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળતાં સ્થળ પર હાજર કામદારો દ્વારા જૈન સમાજના અગ્રણીઓ ને જાણ કરાઇ હતી.
તે દરમિયાન જૈન સમાજના અગ્રણીઓ દોડી જઇ તપાસ કરી તો સ્થળ પરથી જૈન ભગવાનની પાછળના પરિકરનો ભાગ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળ્યા હતા જેથી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ભગવાનની મૂર્તિ ૧૫૦૦ વર્ષ જૂની હોવાનું મૂર્તિ પર લખાણ સ્પષ્ટ થયું હતું સાથે જ મંદિરને લગતા જે પુરાતન અવશેષો છે તે પણ એટલા જ પ્રાચીન હોવાનું જણાવ્યું હતું બાદમાં પ્રાચીન અવશેષો મળ્યાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતા.

Share Now