તમિળ એક્ટ્રેસનો ઘટસ્ફોટ : મારી સંમતિ વગર કમલ હાસને મને કિસ કરી હતી

400

ચેન્નાઈ,તા.૨૬
તમિળ એક્ટ્રેસ રેખાએ સુપરસ્ટાર કમલ હાસનને લઈ વાત કરી છે. રેખાના મતે, ફિલ્મમેકર કે. બાલાચંદરની ફિલ્મ ‘પુન્નાઈગાઈ મન્નાન’ના એક સીન માટે સુપરસ્ટારે તેની સહમતિ વગર તેને કિસ કરી હતી. રેખાએ સીન અંગે વાત કરતા કહ્યું હતું, સ્ક્રીન પર આ કિસ ક્યારેય ખરાબ કે એગ્રેસિવ લાગતી નથી. તે સમયે આની જરૂર હતી. જોકે, હું ઘણી જ નાની હતી અને મને આ અંગે કંઈ જ ખબર નથી. ડિરેક્ટર (કે. બાલચંદર)એ કહ્યું હતું, ‘કમલ, તારી આંખો બંધ કરી દે. યાદ છે ને મેં શું કહ્યું હતું?’ કમલે કહ્યું હતું, ‘હા મેં કરી લીધી છે’. આ સીનમાં અમારે કૂદવાનું હતું. ડિરેક્ટરના એક, બે અને ત્રણ બોલતા જ અમે કિસ કરી અને કૂદી ગયા. જ્યારે મેં થિયેટરમાં આ સીન જોયો ત્યારે મને તેની ઈમ્પેક્ટ સમજાઈ હતી.
રેખાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેણે કિસ સીનને લઈને અસંમતિ દર્શાવી તો તેની આગળ ખોટું બોલવામાં આવ્યું હતું. રેખાએ કહ્યું હતું, ‘જ્યારે મેં ફિલ્મના એસોસિયેટ્સ ડિરેક્ટર્સ સુરેશ કૃષ્ણા તથા વસંતને કહ્યું કે મને કિસ અંગેની કોઈ વાત કરવામાં આવી નહોતી અને હું આ માટે તૈયાર નહોતી. રેખાની વાત સાંભળ્યા બાદ તેમણે કહ્યું હતું, ‘એમ વિચાર કે એક મોટા રાજાએ નાનકડી બાળકીને કિસ કરી છે.’ જે લોકો સેટ પર હાજર હતાં, તેમને ખ્યાલ હતો કે કિસ સીન મારી સંમતિ વગર જ શૂટ કરવામાં આવ્યો હતો.

Share Now