નર્મદામાં કાર્યક્રમ વેળાએ અદનાન સામીએ કહ્યું- દિલ્હીમાં ગંદુ રાજકારણ રમાઈ છે

359

લોકોને હાથ જોડીને અમન અને શાંતિ રાખવાની અપીલ કરી

નર્મદા : બોલીવુડ સિંગર અદનાન સામીએ એક કાર્યક્રમમાં કહ્યું કે દિલ્હી હિંસા મામલે ન રમો ગંદુ રાજકારણ, હિંસા પર રાજનીતિ ન થવી જોઇએ. નર્મદાના કેવડિયા ખાતે  આયોજિત ઇન્ડિયા આઇડિયાઝ કોનક્લેવ 2020માં પરિવાર સાથે સિંગર અદનાન સામી હાજર રહ્યાં હતા.  અદનાન સામીએ કહ્યું કે દિલ્હીમાં ગંદુ રાજકારણ રમાઇ  રહ્યું છે. સાથે જ તેમણે વિરોધ કરી રહેલા લોકોને હાથ જોડીને અમન અને શાંતિ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હિંસાથી કોઇ ઉકેલ  નથી આવતો એટલે આપણે બધાએ એક થઇ ભારતને એક કરવા મહેનત કરવી જોઈએ. અદનાન સામીને અકીલા પૂછવામાં આવ્યું કે આમિર ખાન કહે છે કે તેઓ ભારતમાં  સુરક્ષિત અનુભવ નથી કરતા, શું તમે સુરક્ષિત અનુભવો છો અને CAAને લઇને તમારું શું માનવું છે? જેના જવાબમાં અદનાને કહ્યું કે, નાગરિકાત સંશોધન કાયદો  તે લોકો માટે છે જે ભારતમાં નાગરિકતા ઇચ્છે છે, આ ભારતીયો માટે નથી. મુસ્લિમ હોવાથી ભારતમાં સુરક્ષિત અનુભવ કરું છું.

Share Now