છત્તીસગઢમાં ૨૦૨૦ની સૌથી મોટી આઈટી રેડ : હવે બિલ્ડરો – ઓફીસરો – ઉદ્યોગગૃહો ઉપર તૂટી પડશે

300

વધુ ૩૨ લોકોના કનેકશન મળ્યા : આવકવેરાના દિગ્ગજ ઓફીસરો સાથે સીઆરપીએફ – સીબીઆઈ ટીમો સામેલ : રોકડ ગણવા ૧૭ કરન્સી કાઉન્ટીંગ મશીનો : ૧૧ જેટલા સાયબર ડાટા એકસપટ્ર્સ પણ સામેલ કરાયા

નવી દિલ્હી : ૨૦૨૦માં દેશની સૌથી મોટી આવકવેરા રેડ છેલ્લા ૫ દિવસથી ચાલી રહી છે. ૨૭ ફેબ્રુ. સવારે ૭ાા થી આ રેડ ચાલુ થઈ હતી તેમ ‘ન્યુઝ ફર્સ્ટ’ જણાવે છે. છત્તીસગઢના  રાયપુર ખાતે શરૂ થયેલ આ દરોડામાં આવકવેરાના ૧૦૫થી વધુ અધિકારીઓ, સીઆરપીએફના ૨૦૦થી વધુ જવાનો, સીબીઆઈ ટીમ સામેલ રહેલ. ન્યુઝ ફર્સ્ટના  અહેવાલ મુજબ  આવકવેરાની ટીમ ચાર્ટર્ડ ફલાઈટ દ્વારા રાયપુર આવેલ. રાયપુરની એક હોટલમાં ખાસ કંટ્રોલ રૂમ આવકવેરાના ખાતાએ ઉભો કરેલ. ૧૦૦ કરોડથી  વધુ રોકડ, કરોડોનું વિદેશી ચલણ પણ મળી આવ્યુ છે. આ જબરદસ્ત રેડના પગલે છત્તીસગઢની  શનિવારની કેબીનેટ મીટીંગ રદ્દ કરવામાં આવેલ. રાજકીય  આગેવાનો, આઈએએસ ઓફીસરો, કેબીનેટ સચિવો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિ સહિત સાત ધુરંધરોને ત્યાં દરોડા ચાલુ છે. કુલ ૪૭ સ્થળે દરોડાઓ પડ્યા  છે. મંુબઈથી ૫૦, દિલ્હીથી ૩૮, હરિયાણાથી ૮ અને ગુજરાતથી ૩ આઈટી ઓફીસરો આ મહાઓપરેશનમાં સામેલ છે. લગભગ ૧૭ કરન્સી કાઉન્ટીંગ મશીનો દ્વારા રોકડની ગણત્રી થઈ છે. તો મોબાઈલ અને કોમ્પ્યુટરોની ચકાસણી માટે ૧૧ સાયબર નિષ્ણાંતોની મદદ લેવાઈ છે. આવકવેરાના વર્તુળોને ટાંકીને ન્યુઝ ફર્સ્ટ  જણાવે છે કે દરોડાઓ દરમિયાન ૩૨ વધુ લોકોની ઓળખ મળી છે જે આ જંગી કરચોરીમાં સંકળાયેલા છે. ટૂંક સમયમાં જ અમે આ રાજયમાં બિલ્ડરો, સરકારી ઓફીસરો  અને કેટલાક ઉદ્યોગ ગૃહો ઉપર મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરીશુ.

Share Now