કોરોનાનો કહેરઃ ૧૨ દિવસમાં ૧૨ લાખ ટિકિટો કેન્સલઃ રેલ્વેને ૮૫ કરોડ થી વધુનુ નુકશાન

284

ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં પાંચ લાખ મુસાફરો ઘટ્યાઃ બસો પણ ખાલી, રસ્તાઓ પર ૨૦ ટકા વાહનો ઘટી ગયાઃ પર્યટન ઉદ્યોગની પથારી ફરીઃ ૧૮ અબજનુ નુકશાન

નવી દિલ્હી તા.૧૪: દિલ્હીમાં કોરોનાનો ખોફ વધી રહ્યો છે.૧ થી ૧૨ માર્ચ સુધીમાં ૧૨.૨૯ લાખ મુસાફરોએ પોતાની ટીકીટ કેન્સલ કરી છે. આના કારણે રેલ્વેને ૮૫.૦૩ કરોડનું નુકશાન થયુ છે.દિલ્હી રીઝર્વેશન સીસ્ટમમાંથી મળેલા આંકડાઓ અનુસાર ૧ થી ૧૨ ફેબ્રુઆરી વચ્ચે ૭.૨૫ લાખ લોકોએ ટીકીટ કેન્સલ કરાવી હતી. ટીકીટ કેન્સલ કરાવવાના અકિલા કારણે ૧ થી ૧૨ માર્ચ સુધીમાં રેલ્વેને ૮૫.૦૩ કરોડનુ નુકશાન થયુ હતે જે ૧ થી ૧૨ ફેબ્રુઆરી વચ્ચે ૫૨.૫૭ કરોડનું હતુ.રેલ્વે અનુસાર આગામી દિવસોમાં જો આમ જ ચાલતુ રહેશે તો નુકશાનમાં વધારો થઇ શકે છે.ભારતીય રેલ્વેમાં દિલ્હી, મુંબઇ, સિકંદરાબાદ, ગૌહતી અને કલકતા એમ પાંચ પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમ (પીઆરએસ) છે.આ પી આર એસ દ્વારા ગમે ત્યાંથી ગમે ત્યાંની ટીકીટ બુક થઇ શકે છે.ભારતીય રેલ્વે રોજની ૨૦ હજાર ટ્રેન ચલાવે છે.રેલ્વેની વાર્ષિક આવક ૧.૯૭લાખ કરોડ છે પણ હવે તેમાં ઘટાડો થઇ શકે છે.કોરોના વાયરસના કારણે વિદેશી પ્રવાસીઓ પર લાગેલા પ્રતિબંધોથી પ્રવાસન ઉદ્યોગ પર માઠી અસર થશે.આનાથી ૧૮ અબજ રૂપિયાનું નુકશાન થવાની શંકા દર્શાવાઇ રહી છે. દિલ્હીમાં માર્ચ અને એપ્રિલમાં દોઢ લાખથી વધારે વિદેશી પ્રવાસીઓ આવે છે પણ આ વખતે તેમના પર પ્રતિબંધ મુકાયો છે.ફેબ્રુઆરીમાં ૧૯ લાખથી વધારે વિદેશી પ્રવાસી પોતાનો દિલ્હી પ્રવાસ કેન્સલ કરી ચૂકયા છે.પ્રવાસીઓ ન હોવાથી હોટલ ગેસ્ટ હાઉસ ખાલીખમ દેખાય છે. ઈન્ડિયન એસોસીએશન ઓફ ટુર ઓપરેટર્સના ઉપાધ્યક્ષ રાજીવ મહેરાનો દાવો છે કે કોરોનાના કારણે આ વર્ષે લગભગ અઢી લાખ વિદેશી પ્રવાસીઓ નહી આવે જેના લીધે પર્યટન ક્ષેત્રને ૧૮ અબજ રૂપિયાનું નુકશાન થઇ શકે છે.દિલ્હી હોટલ મહાસંઘના મંત્રી સૌરભ છાબડાએ જણાવ્યુ કે આગામી દિવસોમાં ૭૦ ટકાથી વધારે હોટલ, ગેસ્ટ હાઉસ ખાલી થઇ જશે.દિલ્હી પરિવહન વિભાગના આંકડાઓ અનુસાર , દિલ્હીમાં રોજના ૭૦ લાખ વાહનો રોડ પર ચાલે છે પણ હાલમાં દિલ્હીના રોડ પર લગભગ ૫૫ લાખ વાહનો ચાલી રહ્યા છે. રોડ પર સામાન્ય દિવસોમાં સરખામણીમાં લગભગ ૨૦ ટકા વાહનો ઘટી ગયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ અનુસાર, રોડ પર પહેલાની સરખામણીમાં વાહનો ઘટયા છે.ડીએનડી, આશ્રમ ચોક, નોઇડા લીંક રોડ પર મુસાફરીના સમયમાં ૧૫ મીનીટ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.કોરોનાના ડરથી લોકો ઘરેથી ઓછા બહાર નિકળે છે.મેટ્રોના સુત્રો અનુસાર, કોરોનાની બીકે, મેટ્રો દ્વારા દિલ્હી આવનાર મુસાફરોમાં મામૂલી ઘટાડો થયો છે.લોકો સાર્વજનિક વાહનોના બદલે પોતાના વાહનમાં અવરજવર કરી રહ્યા છે.એ એસ આઇ અનુસાર, કુતુબ મિનાર, લાલ કિલ્લો અને હુમાયુનો મકબરો સહિતના અન્ય સ્મારકો પર આવનારા દેશી – વિદેશી પર્યટકોની સંખ્યા ઘટવા લાગી છે.ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં આ બધા સ્મારકો જોવા માટે ૧ લાખ ૯૦ હજાર સહેલાણીઓ આવ્યા હતા. માર્ચના પહેલા સપ્તાહમાં આમાં ૩૦ થી વધારે ઘટાડો નોંધાયો છે.જેમાં દેશી અને વિદેશી બંન્ને પ્રવાસીઓ સામેલ છે.

Share Now