કોરોનાના ડરથી થયું: પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની વાત

262

પાકિસ્તાને કહ્યું કે તે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સવાળી બેઠકમાં સામેલ થશે

નવી દિલ્હી,તા.૧૪:પાકિસ્તાન આમ તો ભારતની કોઈ વાત કયારેય માનતું નથી પરંતુ કોરોનાની દહેશત કહો કે કહેર પરંતુ આ મહામારીએ તેને ભારતની વાત માનવા પર મજબુર કરી દીધુ છે.પાકિસ્તાને પણ કહ્યું કે તે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સવાળી બેઠકમાં સામેલ થશે. હકીકતમાં આ પગલું નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યું છે અને તેમણે SAARC દેશોના અકિલા પ્રતિનિધિઓને બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.જેથી કરીને કોરોના વાઈરસને માત આપવા માટે કોઈ રસ્તો કાઢી શકાય.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા આઈશા ફારુકીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે કોરોના વાઈરસ સામે લડવા માટે જે પણ જરૂરિયાત ઊભી થશે પાકિસ્તાન મળીને કરશે.ફારૂકીએ કહ્યું કે અમે અમારા સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી છે. તેઓ આ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થશે અને કોરોનાને પહોંચી વળવા માટેના ઉપાયો પર ચર્ચા કરશે.અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ટ્વીટ કરીને SAARC દેશોને આ મામલે એક જૂથ થવાનો પ્રસ્તાવ મૂકયો છે અને કહ્યું છે કે આ મહામારીને પહોંચી વળવા માટે કોઈ ઉપાય શોધવામાં આવે.તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવાનું પણ સૂચન મૂકયું છે. SAARC દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ,ભારત, ભૂટાન, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. પીએમ મોદીના આ પ્રસ્તાવનું અનેક દેશોએ સ્વાગત પણ કર્યું છે.શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનના નેતાઓએ વડાપ્રધાનની આ વાતની પ્રશંસા કરી અને કહ્યું કે સાથે મળીને રણનીતિ બનાવવાની જરૂર છે.

Share Now