અશ્લીલ ગીતમાં આ હિટ મહિલા સિંગરે લીધું ગાંધીજીનું નામ

380

ભોજપુરી સિંગર અંતરા સિંહ પ્રિયંકાને પોતાના ગીતમાં મહાત્મા ગાંધીનું નામ લેવું મોંઘુ પડ્યું છે. રાંચીમાં થયેલા એક કાર્યક્રમ વખતે પ્રિયંકાએ કંઈક એવી રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ લીધું કે તેના પર ફરિયાદ દાખલ થઈ અને FIR ફાટી છે. એક અશ્લીલ ગીતમાં ગાંધીજીનું નામ લેવા બદલ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો છે. છોટાનાગપુરના ખાદી ગ્રામોદ્યોગે આ કેસ દાખલ કર્યો છે.

ફરિયાદમાં માત્ર એટલું જ નથી કે, ગીત અશ્લીલ હતું. સાથે સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે આ ગીતમાં ગાંધીજી શબ્દનો ખુબ જ ખરાબ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદીઓનું કહેવું છે કે, પ્રિયંકાએ આ ગીતમાં દેશના ઘણા મહાપુરુષોનું અપમાન કર્યું છે.

હવે પોલીસે આ કેસ દાખલ કરીને આગળ કાર્યવાહી કરવાનું શરુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રયિંકા એક હિટ સિંગર છે અને ભોજપુરીમાં તેણે એકથી એક નવા અને સુપરહિટ સોન્ગ આપ્યા છે. હવે તેની મુશ્કેલી વધી શકે છે. કેટલાક દિવસ પહેલા પ્રિયંકાનું ગીત બુલાતી હે મગર જાને કાં નહીં ખુબ ચર્ચામાં રહ્યું હતું. લોકોએ આ ગીતને ખુબ પસંદ કર્યું હતું અને શેર પણ કર્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે, પ્રિયંકાને પોલીસ દ્વારા શું સજા ફટકારવામાં આવે છે.

Share Now