ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી પર થૂ થૂ થૂ થયું,

480

કોરોના વાયરસના કારણે પુરી દુનિયા ફફડી રહી છે. નાના મોટા સૌ કોઈ લોકોને કોરોના થવાની બીક પેસી ગઈ છે. બોલિવૂડના સ્ટાર લોકો પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે, આ વાયરસથી સાવચેત રહો અને પોતાનું ધ્યાન રાખો.એ વચ્ચે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ કોરોના વાયરસને લઈ એક વિવાદીત ટ્વિટ કર્યું કે, જે લોકોને પસંદ ન આવ્યું અને આડે હાથ લીધી છે.
દિવ્યાંકાએ લખ્યું હતું કે, મુંબઈમાં ખુબ ઓછો ટ્રાફિક છે. આ એક સારો અવસર છે મેટ્રો, પુલ અને રસ્તાઓના કામ ઝડપથી પુરા કરવાનો. દિવ્યાંકાની આ વાત લોકોને ન ગમી અને બધાએ તેની ક્લાસ લઈ લીધી. એક યુઝરે લખ્યું કે, શું એ મજદુરોની જિંદગી જરૂરી નથી. જ્યારે બધાને ઘરમાં રહેવાનું કહ્યું છે તો પછી એ મજુર લોકોનો જીવ કેમ દાવ પર લગાવવો જોઈએ. તો બીજા એકે લખ્યું કે, તું તો અસંવેદનશીલ છે.
ધીરે ધીરે મામલો વધતો ગયો અને લોકોએ અભિનેત્રીને લતાડી નાખી. ત્યારબાદ સમજીને દિવ્યાંકાએ માફી માંગવી પડી. ફરીથી એક ટ્વિટ કર્યું અને લખ્યું કે, આપણે બધા માણસો છીએ અને ભૂલ કરતાં હોઈએ છીએ. મારો સવાલ એ છે કે, આ સોશિયલ મીડિયાની દુનિયામાં જો કોઈ માફી માગે તો તમે માફ કરી શકો અને આગળ વધી શકો. શું બધી જ વાતને ખબર કે ચર્ચાના દ્રષ્ટિકોણથી જ જોવી જરૂરી છે. એમાં માણસાઈ ક્યા છે. આ રીતે અભિનેત્રીએ માફી માગી લીધી છે.

Share Now