છેલ્લી 30 મિનિટ: ધ્રુસકેને ધ્રુસકે રડ્યા, જમીન પર આળોટયા…આ રીતે ચારેયને ફાંસી પર લટકાવ્યા

266

આખરે 7 વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળી ગયો. 20મી માર્ચ 2020ની સવારે 5.30 વાગ્યે નક્કી સમય પર ચારેય દોષિતોને ફાંસી આપી દેવામાં આવી છે. ફાંસી પહેલાંનો અડધો કલાક ખૂબ જ અગત્યનો રહ્યો. આ દરમ્યાન દોષિતોએ ખુદને બચાવાની કોશિષ કરી. તેઓ ખૂબ રડ્યા, ફાંસી ઘરમાં આળોટવા લાગ્યા. પરંતુ આખરે એ જ થયું જેની આખો દેશ રાહ જોઇ રહ્યું હતું.

ચારેયને એક સાથે લટકાવામાં આવ્યા

જેલના અધિકારીઓના મતે ચારેય કાતિલોને એક સાથે ફાંસી પર લટકાવામાં આવ્યા. તેના માટે જેલ નંબર-3ની ફાંસી ઘરમાં ફાંસીના બે તખ્તા પર ચારેયને લટકાવા માટે ચાર હેંગર બનાવ્યા હતા. તેમાંથી એકનું લીવર મેરઠથી આવેલા જલ્લાદ પવને ખેંચ્યું અને બીજાના લીવર જેલ સ્ટાફે. ચારેયને ફાંસી આપવા માટે 60000 રૂપિયા મહેનતાણું નક્કી કરાયું હતું તે બધું મહેનતાણું જલ્લાદને જ મળશે.

3.15 પર ઉઠાડવામાં આવ્યા

શુક્રવાર વહેલી સવારે 3.15 વાગ્યે ચારેયને તેમના સેલમાંથી ઉઠાવામાં આવ્યા. જો કે ચારમાંથી કોઇ સૂતું નહોતું. ત્યારબાદ સવારની જરૂરી પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ તેમને ન્હાવા માટે કહ્યું. ત્યારબાદ તેમના માટે ચા મંગાવી અને પછી તેમની છેલ્લી ઇચ્છા પૂછવામાં આવી. પછી સેલમાંથી બહાર લાવતા પહેલાં આ ચારેયને સફેદ કૂર્તા-પાયજામા પહેરાવ્યા. ચારેયના હાથ પાછળની તરફ બાંધવામાં આવ્યા. આ દરમ્યાન બે દોષિતોએ હાથ બાંધવાની ના પાડી દીધી હતી, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નહીં.

ફાંસી ઘરમાં આળોટવા લાગ્યો એક દોષિત

ફાંસી આપવા માટે જ્યારે દોષિતોને લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તો એક ડરી ગયો. તેઓ ફાંસી ઘરમાં જ આળોટવા લાગ્યો અને આગળ જવાની ના પાડી દીધી. ઘણી બધી કોશિષો બાદ તેને આગળ લઇ ગયા. પછી સેલમાંથી બહાર લાવીને ફાંસી કોઠી પહેલાં ચારેયના ચહેરાને કાળા કપડાંથી ઢાંકી દેવાયો. ફાંસીના તખ્તા પર લટકાવતા પહેલાં તેમના ગળામાં દોરડું બાંધ્યું. ત્યાં તેમના બે પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. જેથી ફાંસી આપતા સમયે તેમના બંને પગ અલગ-અલગ ના હલે.

ત્યારબાદ પવન જલ્લાદે લીવર ખંચવા માટે જેલ નંબર-3ના સુપ્રિટેન્ડન્ટની તરફ જોયું. જેવો તેમણે ઇશારો કર્યો કે જલ્લાદે લીવર ખેંચી લીધું.

Share Now