કોરોનાનાં તાંડવથી દુનિયાનાં ફક્ત 10 દેશ જ બચ્યા છે, 185 દેશોમાં હાહાકાર

304

29 ફેબ્રુઆરી 2020નાં વિશ્વ સ્લાસ્થ્ય સંગઠને કહ્યું હતુ કે કોરોના વાયરસ તમામ દેશોમાં નહીં તો મોટાભાગનાં દેશોમાં ફેલાઈ શકે છે. દુનિયામાં કુલ 195 દેશો છે. આમાંથી 185 દેશોમાં કોરોના વાયરસ ફેલાઇ ચુક્યો છે. એટલે કે હવે ફક્ત 10 દેશ જ બચ્યા છે જ્યાં આ વાયરસ ફેલાયો નથી. આમાં આર્કટિક અને એન્ટાર્ટિકાનું ક્ષેત્ર પણ સામેલ છે. વર્લ્ડોમીટર વેબસાઇટનું માનીએ તો અત્યાર સુધી 185 દેશોમાં કુલ 276,591 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે WHOની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાનાં લગભગ 175 દેશ કોરોનાથી સંક્રમિત છે.

જેમની સ્વાસ્થ્ય સુવિધાઓ સૌથી સારી એ દેશોની હાલત છે સૌથી ખરાબ

આ જીવલેણ વાયરસથી લગભગ 11,419 લોકોનાં મોત થઈ ચુક્યા છે. 91,954 લોકો બીમારીથી રિકવર કરી ચુક્યા છે. દુનિયામાં સૌથી વધારે કેસ જે દેશોમાં આવ્યા છે તે દેશ પોતાની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે ઓળખાય છે. આ દેશોની સ્વાસ્થ્ય વ્યવસ્થાની પ્રશંસા કરવામાં આવે છે – ચીન, ઇટાલી, સ્પેન, જર્મની અને અમેરિકા. ચીનમાં અત્યાર સુધી 81008 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. 3255 લોકોનાં મોત થઈ ચુક્યા છે. તો ઇટાલીમાં 47021 લોકો સંક્રમિત છે, જ્યારે 4031 લોકોનાં મોત થઈ ચુક્યા છે.

દુનિયાનાં 195 દેશોમાંથી 185 દેશોમાં કોરોનાનું સંક્રમણ

સ્પેનમાં 21,571 લોકો સંક્રમિત છે, 1093 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ જ રીતે જર્મનીમાં 19848 લોકો સંક્રમિત છે, જ્યારે 68 લોકોનાં મોત થઈ ચુક્યા છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ ઝડપથી કેસ વધી રહ્યા છે. અહીં કુલ 19,778 લોકો સંક્રમિત છે. અહીં અત્યાર સુધી 275 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કુલ મળીને મતલબ એ નીકળે છે કે દુનિયાનાં 195 દેશોમાંથી 185 દેશોમાં કોરોનાનું સંક્રમણ તો છે, પરંતુ બાકી બચેલા 10 દેશો ક્યાં સુધી બચી શકશે એ કહેવું મુશ્કેલ છે.

આંતરરાષ્ટ્રિય ઉડાન બંધ

દુનિયાભરનાં દેશોએ આંતરરાષ્ટ્રિય ઉડાન બંધ કરી દીધી છે. બજાર, ઉદ્યોગ બંધ છે. સ્કૂલ, કૉલેજોમાં શિક્ષણ સ્થગિત છે. કોરોડો-અબજોનું નુકસાન થઈ ચુક્યું છે, પરંતુ આ બીમારી સામે લડવા માટે આખી દુનિયા એક થતી જોવા મળી રહી છે. વર્લ્ડોમીટર વેબસાઈટનાં આંકડાઓની પુષ્ટિ સંદેશ નથી કરતુ.

Share Now