ભારત સહિત ૧૫ મોટા દેશોને કોરોના ૩૪.૮ કરોડ ડોલરનો ચૂનો ચોપડશે

319

અમેરિકા, ચીન, દક્ષિણ કોરિયા, વિયેતનામ સહિતા દેશો ભીષણ મંદીની ઝપટે ચડયા

દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ઘાતક કોરોના વાયરસે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી દીધી છે. વાયરસને કારણે ભારત સહિત દુનિયાના ટોચના ૧૫ દેશોને અબજો ડોલરનું નુકસાન ગયું છે. સંયુકત રાષ્ટ્ર્રના એક રિપોર્ટ અનુસાર કોરોના વાયરસને કારણે ભારતના વ્યાપાર ઉપર અંદાજે ૩૪.૮ કરોડ ડોલરની અસર પડી શકે છે.
રિપોર્ટમાં વધુ જણાવ્યાનુસાર દુનિયાભરમાં સૌથી વધુ નુકસાન ચીને ઉઠાવવું પડશે. ચીનની વૈશ્ર્વિક નિકાસ ઉપર ૫૦ અબજ ડોલરથી વધુનો ઘટાડો થઈ શકે છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સેકટરોમાં મશીનરી, મોટર વાહન અને સંચાર ઉપકરણ સમાવિષ્ટ્ર છે. દુનિયાની જે અર્થવ્યવસ્થાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ છે તેમાં યુરોપીય સઘં (૧૫.૬ અબજ ડોલર), સંયુકત રાય અમેરિકા (૫.૮ અબજ ડોલર), જાપાન (૫.૨ અબજ), દક્ષિણ કોરિયા (૩.૮ અબજ ડોલર), ચીનના તાઈવાન પ્રાંત (૨.૬ અબજ ડોલર) અને વિયેતનામ (૨.૩ અબજ ડોલર)નો સમાવેશ થાય છે. કોરોનાને કારણે વૈશ્ર્વિક જીડીપીમાં ૫૦ બેઝીસ પોઈન્ટ રહેવાનું અનુમાન વ્યકત કરાયું છે.
એશિટન ડેવલપમેન્ટ બેન્કે જણાવ્યું છે કે કોરોનાની વિકાસશીલ એશિયન અર્થવ્યવસ્થા ઉપર વ્યાપક અસર થશે. સીઆઈઆઈના જણાવ્યા અનુસાર ચીન ભારતના મુખ્ય ૨૦ ટકા સામાનોની ૪૩ ટકા આયાત કરે છે જેમાં મોબાઈલ હેન્ડસેટ ૭.૨ અબજ ડોલર, કોમ્પ્યુટર અને પાર્ટસ ૩ અબજ ડોલર અને અન્ય વસ્તુઓની આયાત ૧.૫ અબજ ડોલરની થાય છે. કોરોનાને પગલે ચીનની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થવાથી ભારત ઉપર તેની વ્યાપક અસર જોવા મળશે.

Share Now