2,54,000 અમેરિકી નાગરિકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો ; 30,000 નો રિપોર્ટ પોઝીટીવ

315

દિવસેને દિવસે વધારે લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી : અમેરીકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે જણાવ્યું કે કુલ 2,54,000 અમેરિકી નાગરિકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 30,000થી વધુ લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.પેંલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પત્રકાર વાર્તામાં જણાવ્યું કે દિવસેને દિવસે વધારે લોકોનો ટેસ્ટ કરવામાં આવી અકિલા રહ્યો છે,અને અત્યાર સુધી 2,54,000 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 30,000થી વધુ લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પેંસે જણાવ્યું કે જે લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે તેમાં વધારે એવા લોકો છે કે જેમના તેમના લક્ષ્‍ણો હતા અને તેઓ વિચારતા હતા કે તેમને કોરોના વાયરસ થઈ શકે છે.

Share Now