ચીનમાં 500 થિયેટર્સ ખુલ્યા પણ એક પણ ટિકિટ ન વેચાઈ

334

ટ્રેડ એક્સપર્ટ બોલ્યા – ખબર નહીં તમે શું રિએક્શન આપશો…

એજન્સી, મુંબઈ

કોરોના વાયરસ દુનિયાભરમાં પોતાનો આતંક મચાવી રહ્યો છે. ફક્ચ ચીન અને ઈટાલીમાં જ આ વાયરસના સંક્રમણમાં આવેલા 7000 લોકો મોતને ભેટ્યા છે. ચીનમાં ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ત્યાં કોરોનાનો નવો એક પણ કેસ નથી નોંધાયો. એવામાં મીડિયા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચીનમાં 500 જેટલા થિયેટર્સને ફરીથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. પરંતુ કોરોના વાયરસે જે રીતે ચીનમાં આતંક મચાવ્યો છે તે જોઈને ચીનના કોઈ પણ વ્યક્તિએ થિયેટર્સમાં એક પણ ટિકિટ બૂક નથી કરાવી.એવામાં તાજેતરમાં જ ફિલ્મ વિષ્લેષક અતુલ મોહને ચીન માટે એક ટ્વીટ કર્યું છે જે વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં અતુલ મોહને કહ્યું છે કે ચીન પોતના વેપાર તરફ પરત ફરી રહ્યું છે અને ત્યાં 500થી વધુ થિયેટર્સ ફરીથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. અતુલ મોહનના આ ટ્વીટ પર લોકો ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છે. નોંધનીય છે કે કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ હતી.

Share Now