સમગ્ર દેશમાં કોરોનાનો કહેર: અત્યાર સુધી 500 કેસ પોઝિટિવ, 10ના મોત

307

નવી દિલ્હી, તા. 24 માર્ચ 2020 મંગળવાર

કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં લગભગ 500 લોકોને કોરોના પોઝિટિવ છે. જેમાંથી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 97 અને કેરળમાં 95 કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડામહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધારે કેસ

ઝડપથી બદલાઈ રહ્યા છે આંકડા

કોરોના વાયરસથી અત્યાર સુધી 500 લોકો સંક્રમિત છે. આ આંકડા ઝડપથી બદલાઈ રહ્યા છે. દર કલાકે દર્દીઓની સંખ્યા વધી રહી છે. ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ને દાખલ થયો. પહેલા કેસમાંથી 100 થવામાં 45 દિવસ લાગ્યા. હવે લગભગ દર પાંચ દિવસે ભારતમાં કોરોના સંક્રમણના કેસ બેગણા થઈ રહ્યા છે.

રાજ્યવાર આંકડા

આંધ્ર પ્રદેશ 7, બિહાર 2, છત્તીસગઢ 1, ચંદીગઢ 6, દિલ્હી 29, ગુજરાત 30, હરિયાણા 26, હિમાચલ પ્રદેશ 2, જમ્મુ-કાશ્મીર 4, કર્ણાટક 33, કેરળ 95, લદ્દાખ 13, મધ્ય પ્રદેશ 6, મહારાષ્ટ્ર 97, ઓડિશા 2, પોડિંચેરી 1, પંજાબ 23, રાજસ્થાન 32, તમિલનાડુ 12, તેલંગાણા 33, ઉત્તરાખંડ 5 અને પશ્ચિમ બંગાળ 7 કેસ છે. આમાંથી 10ના મોત નીપજ્યા છે જ્યારે 44 લોકો સાજા થઈને ઘરે ગયા છે.

મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધારે કેસ

સમગ્ર દેશમાં કોરોનાના લગભગ 500 કેસ સામે આવ્યા છે. કોરોનાથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી છે. અહીં 97 લોકોમાં કોરોના પોઝિટિવ છે. જેમાંથી 3ના મોત નીપજ્યા છે. જે બાદ કેરળ બીજા નંબરે છે. કેરળમાં અત્યાર સુધી 95 કેસ નોંધાયા છે. જોકે કેરળમાં મૃત્યુઆંક શૂન્ય છે.

Share Now