વડોદરામાં આખો પરિવાર હોસ્પિટલમાં સારવાર લેતા બે વર્ષની માસુમ બાળકી વૃદ્ધ નાનીના સહારે

334

વડોદરા: શહેમાં કોરોના વાયરસ પોઝિટિવ જે ૭ કેસ નોંધાયા છે તે પૈકી પાંચ જણ તો નિઝામપુરાના એક જ પરિવારના સભ્યો છે.આ પરિવારના પાંચ સભ્યો આઇસોલેશન વોર્ડમાં દાખલ છે અને બીજા સભ્યોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ભરતી કરી દેવામાં આવતા આ પરિવારની બે વર્ષની બાળકી એકલી પડી ગઇ છે.સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાતને ગંભીરતાથી લેવાના બદલે ઘરની બહાર નીકળીને રખડતા મુર્ખ લોકોએ આ ઘટના સમજવા જેવી છે કે કોરોના માણસને શારીરિક માનસીક અને આર્થિક રીતે તો તોડી જ નાખે છે પરંતુ સામાજિક રીતે પણ ઘણુ નુકસાન કરે છે.શ્રીલંકાની ટૂરમાંથી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડર શૈલેન્દ્ર દેસાઇને કોરોના પોઝિટિવનું નિદાન થયા બાદ તેમના પત્ની, પુત્રવધૂ, પુત્ર અને પુત્રીને પણ કોરોના પોઝિટિવનુ નિદાન થતા હાલમાં આ તમામ લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ છે.બીજી તરફ શૈલેન્દ્રભાઇની બે વર્ષની પૌત્રી એકલી પડી જતા તેને કારેલીબાગમા નાના-નાનીના ઘરે મુકવામાં આવી હતી પરંતુ નાના અને મામાને પણ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં દાખલ કરી દેવાયા છે.જ્યારે નાનીનું બે મહિના પહેલા એક્સિડેન્ટ થયુ હોવાથી તે હાલમાં પથારીવસ છે એટલે આ બે વર્ષની બાળકીની સંભાળ કોણ રાખે તે મોટો પ્રશ્ન ઉભો થયો.નજીકના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓએ તો કોરોનાના ડરથી આ પરિવારનો રિતસરનો બહિસ્કાર કરી દેતા બે વર્ષની બાળકીની સાર સંભાળનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.

Share Now