દુનિયાને તબાહ કરવા માંગે છે ચીન? : ડોક્ટરોએ જ ખોલી પોલ

312

કોરોના વાયરસને લઈને ચીન સમગ્ર દુનિયા સામે વારંવાર જૂઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. ચીને તો અમેરિકા ઉપર જ વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી દીધો તો ક્યારેક ઈટાલીને જવાબદાર ઠેરવી દીધુ. પોતાની ભૂલ છુપાવવા માટે ચીને અનેક કાવતરા ઘડ્યા. પરંતુ અમે તમને એવી માહિતી આપી રહ્યાં છીએ કે જેને જાણીને દરેક લોકો સ્તબ્ધ થઇ જશે. જી હા કોરોના વાયરસ એક પ્રકારનો Biochemical Terrorist Attack છે.

વર્ષ 2018માં જ થયો હતો કોરોના વાયરસનો ઉલ્લેખ

અમે તમને નેટફ્લિક્સ પર ઉપલબ્ધ એક દક્ષિણ કોરિયાન વેબ સિરીઝ My Secret, Terrius (માય સિક્રેટ ટેરિયસ)નો એ સીન દર્શાવવા માંગીએ છીએ. જેમાં કોરોના વાયરસને એક સીક્રેટ હથિયાર તરીકે વિક્સિત કરાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. આ સિરીઝ 2018માં આવી હતી જો કે તે ભારતમાં ઉપલબ્ધ નથી. પરંતુ તમારે આ સીન જરૂર જોવો જોઈએ. આ વેબસીરીઝ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ છે.ચોક્કસપણે આ વેબ સિરીઝનો આ સીન જોઈને કોઈ પણ એ વિચારવા માટે મજબુર થઈ જાય કે શું ખરેખર ચીને દુનિયાને તબાહીની આગમાં ધકેલવા માટે આ કોરોના વાયરસને એક સીક્રેટ હથિયાર તરીકે ઉપયોગમાં લીધો છે? અત્રે જણાવવાનું કે 2018માં રિલીઝ થયેલી આ દક્ષિણ કોરિયાન વેબ સિરીઝના 10 એપિસોડમાં કોરોના વાયરસનો ઉલ્લેખ થયો છે.

આ વેબ સિરીઝમાં આ વાયરસને એક બાયોકેમિકલ આતંકી હુમલાનું વેપન ગણાવવામાં આવ્યું છે. આ પહેલો પુરાવો નથી જે ચીનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કરે છે. અગાઉ પણ આ પ્રકારના અનેક દાવા સામે આવતા રહ્યાં છે.

ચીન કોરોનાને લઈને દુનિયા સામે ઘણું છૂપાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ તેની કરતૂત લાંબા સમય સુધી છૂપાયેલી રહેશે નહીં. કોરોના વાયરસ પર ચીનના ડોક્ટર લી વેનલિયાંગ બાદ હવે વધુ એક ડોક્ટરે પણ ચીનની પોલ ખોલી છે. વુહાન સેન્ટ્રલ હોસ્પિટલના ઈમરજન્સી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર આઈ ફેને ચીન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. ડો.આઈફેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે “ચીનના સરકારી અધિકારીઓએ મને ધમકી આપી હતી કે જો કોઈને આ વાયરસ અંગે જણાવ્યું તો અંજામ ખરાબ થશે.” ડોક્ટર આઈફેને દુનિયાને એમ પણ જણાવ્યું કે “મને જો ખબર હોત કે આ વાયરસ આટલા લોકોના જીવ લઈ લેશે તો હું ક્યારેય ચૂપ બેસત નહીં. હું સમગ્ર દુનિયાને આ વાત જણાવી દેત. જે પણ માધ્યમથી કહી શકત હું આ જાણકારી આપી દેત. પછી ભલે મને કોઈ જેલમાં જ કેમ ન નાખી દેત.”કોરોના વાયરસ પર સચ્ચાઈ શું છે તે તો કોઈને ખબર નથી પરંતુ હાલ ચીનથી ફેલાયેલા આ કોરોના વાયરસ સમગ્ર દુનિયા માટે કાળ બનીને ત્રાટકયો છે.

Share Now