” અમેરિકન ફર્સ્ટ : ટ્રમ્પએ 2.2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું

288

-સેનેટમાં સર્વાનુમતે પસાર

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઈરસ ગ્રસ્ત લોકોની વધી રહેલી સંખ્યા અને મોતના મુખમાં ધકેલાઈ રહેલા લોકોને ધ્યાને લઇ પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2.2 ટ્રિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું છે.જે સેનેટ દ્વારા 96 વિરુદ્ધ ઝીરો વોટથી એટલેકે સર્વાનુમતે પસાર થઇ ગયું છે.જે માટે ટ્રમ્પએ તમામ સેનેટર્સનો આભાર માન્યો છે અકિલા તથા અમેરિકન ફર્સ્ટને સમર્થન આપવા બદલ સહુ મેમ્બર્સને બિરદાવ્યા છે.ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકારને કારણે લોકોના કામધંધા ઠપ્પ થઇ ગયા છે.લાખો લોકો માટે આરોગ્ય ,ભોજન ,અને રહેણાંકનો અકીલા પ્રશ્ન વિકટ બન્યો છે તે બાબતને ધ્યાને લઇ તમામ ક્ષેત્રે મદદરૂપ થવા પ્રેસિડન્ટ ટ્રમ્પએ ઉપરોક્ત રાહત પેકેજ જાહેર કર્યું છે

Share Now