કોરોનાનાં કારણે સ્પેનમાં એક જ દિવસમાં સર્જાયો મોતનો રેકૉર્ડ

317

યૂરોપનાં દેશોમાં કોરોનાએ ભયંકર કોહરામ મચાવી રાખ્યો છે. રોજ અહીં કોરોના વાયરસનાં કારણે અનેક લોકોનાં મોત થઇ રહ્યા છે. ઇટાલી બાદ હવે સ્પેન ઘણી જ દર્દનાક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. અહીં કોરોના વાયરસનાં કારણે એક જ દિવસમાં સૌથી વધારે 832 લોકોનાં મોત થયા છે. આનાથી વધારે મોત ઇટાલીમાં શુક્રવારનાં થયા હતા, જ્યાં 969 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઇન્ફેક્શનથી મરનારાઓનો આંકડો 5,690 પર પહોંચી ગયો

સ્પેનમાં કોરોના વાયરસથી ઇન્ફેક્શનથી મરનારાઓનો આંકડો 5,690 પર પહોંચી ગયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 8000 નવા કેસ સામે આવ્યા છે. સ્પેનની હેલ્થ મિનિસ્ટ્રી પ્રમાણે 72,248 લોકોને ઇન્ફેક્શન થઈ ચુક્યું છે, 4575 લોકોને આઈસીયૂમાં ભરતી કરવામાં આવ્યા છે અને 12,285 લોકો ઠીક થઈ ગયા છે. આ પહેલા શુક્રવારનાં રેકોર્ડ 769 લોકોનાં મોત થયા હતા. સ્પેનમાં સૌથી ખરાબ સ્થિતિ મેડ્રિડમાં છે, જ્યાં એક મેકશિફ્ટ સ્મશાન બનાવવાની જરૂર પડી છે.

સ્પેનમાં 86,498 લોકો કોરોનાથી સંક્રમિત

કોરોનાનાં કહેરથી અત્યાર સુધી અહીં 9,134 લોકો માર્યા ગયા છે અને 86,498 લોકો આ મહામારીથી સંક્રમિત છે. ઇટાલીમાં 51 ડૉક્ટરોનાં મોત આ જીવલેણ વાયરસની ઝપટમાં આવવાથી થયા છે. બીજી તરફ મહાશક્તિ અમેરિકાએ દુર્ભાગ્યપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અહીં કોરોના પોઝિટિવ વાયરસનાં સૌથી વધારે ઇન્ફેક્શન થઈ ચુક્યા છે, 7,894 નવા કેસની સાથે અહીં કુલ 93,329 લોકો કોરોના પોઝિટિવ છે. અહીં 1,384 લોકોનાં મોત થયા છે.

Share Now