ભારતમાં મે મહિના સુધીમાં 13 લાખ કોરોના વાયરસના કેસ નોંધાશે ?

281

16 માર્ચ સુધી ભારતમાં નોંધાયેલા કોરોનાના કેસના આંકડાનો આધાર લેવામાં આવ્યો
વ્યાપક ટેસ્ટિંગ નહી થવાથી કમ્યૂનિટી ટ્રાંસમિશનની ભયાનકતાનો અંદાજ માંડવો મુશ્કેલ

નવી દિલ્હી, 28 માર્ચ,2020, શનિવાર

વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે એક અહેવાલમાં આશંકા દર્શાવી હતી કે મે ના બીજા હપ્તા સુધીમાં ભારતમાં કોરોના વાયરસના 13 લાખ પોઝિટિવ કેસ આવી શકે છે. ભારતમાં કોરોના બાબતે સ્ટડી કરનારા કોવિડ ઇન્ડિયા-19ના સ્ટડી ગ્રુપ સાથે જોડાયેલા સંશોધકોએ કેટલાક અધ્યન પછી આ શંકા વ્યકત કરી હતી. ભારતમાં શરુઆતી ગાળામાં કોરોનાના કેસોને રોકવા માટે ઇટલી અને અમેરિકાની તૂલનામાં સારી કામગીરી થઇ પરંતુ આ અનુમાન ભારતમાં કોરોના વાયરસના શરુઆતી સ્ટેજના આંકડાઓ પર જ આધારિત છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે ભારતમાં ખરેખર સંક્રમિત લોકોની સંખ્યા કેટલી છે તે જાણવા મળતું નથી કારણ કે ભારતમાં ટેસ્ટિંગ પ્રમાણમાં ઓછા થાય છે. વ્યાપક પ્રમાણમાં ટેસ્ટિંગ નહી થવાથી કમ્યૂનિટી ટ્રાંસમિશનની ભયાનકતાનો અંદાજ માંડવો મુશ્કેલ બને છે જે લોકો હોસ્પિટલ અને હેલ્થકેરમાં દાખલ થયેલા છે એ સિવાય આ ખતરનાક વાયરસના સંક્રમિત લોકો કેટલા છે તેની પુષ્ટિ ટેસ્ટ દ્વારા જ થઇ શકે છે. રિસર્ચરોનું માનવું છે કે અમેરિકા અને ઇટલી જેવા દેશોમાં પણ શરુઆતી પેટર્ન આવી જ જોવા મળી હતી ત્યાર પછી કોવિડ-19 ધીરે ધીરે ખૂબ ફેલાયો હતો.યૂરોપ અને અમેરિકાના કોરોના વાયરસના સંક્રમણના આંકડા સ્થિતિની ગંભીરતા સમજવા માટે પૂરતા છે. 25 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા આ રિસર્ચ અહેવાલમાં 16 માર્ચ સુધી ભારતમાં નોંધાયેલા કોરોનાના કેસના આંકડાનો આધાર લેવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમોકિસ અને મિશિગન યૂનિવર્સિટી અમેરિકીના વૈજ્ઞાનિકો જોડાયેલા હતા. જો કે આ સ્ટડી 16 માર્ચ આસપાસનો હોવાથી અને ત્યાર પછી કોરોનાના સંક્રમણને રોકવા 21 દિવસના લોક ડાઉનમાં રેલવે અને વાહન વ્યહવારની સેવા રોકવાની સાથે મહત્વના ઐતિહાસિક પગલા ભરવામાં આવે છે.

સોશિયલ ડિસ્ટન્સ રાખવાના નિયમોનું પાલન લોકો કરી રહયા છે.ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેરના અંદાજ મુજબ ભારતમાં 1 લાખ જેટલા ઇન્ટેન્સિવ કેર યૂનિટ અને 40 હજાર જેટલા વેન્ટિલેટર છે. ભારત પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્રિટિકલ દર્દીઓને સંભાળી શકે તેટલો સ્ટાફ જ નથી આથી લોકો શિસ્ત જાળવે અને કોરોના વાયરસની સંક્રમણ ચેન તોડે એ જ માત્ર કારગત ઉપાય છે.

Share Now