બોલીવૂડ: કંગનાએ કોરોના મહામારીને અન્ય દેશોની અર્થવ્યવસ્થા પર જૈવિક હુમલો ગણાવ્યો

342

લોકડાઉન ભારતની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખશે, કારણ કે આપણે વિકાસશીલ દેશ છીએ

એજન્સી, મુંબઇ

કોરોના વાયરસ મહામારીને લઇને બોલીવૂડના કલાકારો જાગરુકતા ફેલાવતા અને લોકડાઉનના સમર્થનમાં અપીલ કરતા જોવા મળી રહ્યા છે ત્યાં કંગના રૈનોટે કોરોના વાયરસને જૈવિક યુદ્ધ ગણાવી ચીન તરફ આગળી ચીંધી છે.

બોલીવૂડ એક્ટ્રેસનું માનવુ છે કે, વર્તમાન સમયમાં કોરોના વાયરસ મહામારી એક સંભવિત જેવિક યુદ્ધ હોઇ શકે છે જેમાં દેશ એકબીજાની અર્થવ્યવસ્થાને તોડવાનુ કામ કરી રહ્યા છે. મીડિયા સાથે વાતચીત કરતા કંગનાએ કહ્યુ કે, અર્થવ્યવસ્થાને લઇને આપણી ચિંતાએ એ સ્થિતિ ઉભી કરી દીધી છે, જ્યાં માનવકલ્યાણની કોઇને ચિંતા જ નથી.

લોકડાઉનને લઇને કંગનાએ પોતાનું મંતવ્ય આપતા કહ્યુ કે જો આ લોકડાઉન 21 દિવસ ચાલશે તો આપણે બે વર્ષ પાછળ ધકેલાઇ જઇશુ અને 21 દિવસથી વધારે ચાલશે તો આપણા દેશ માટે ભયાનક સ્થિતિ ઉભી થશે, કારણ કે આપણો દેશ વિકાસશીલ દેશ છે.

Share Now