કોરોના વાયરસ ફેલાવવા માટે વાસણોને ચાટી રહ્યા છે લોકો…

252

કોરોના વાયરસને લઇ જ્યાં સંપૂર્ણ દુનિયા જ્યાં વેક્સિન બનાવવામાં લાગેલી છે, ત્યાં જ સરકાર અને મીડિયા સોશિયલ પ્લેટફોર્મ પર વાયરસ વીડિયો અને તસવીરોને લઇ અલગ જ લડાઇ લડી રહ્યા છે. સરકારે એક આદેશ જાહેર કર્યો છે જે અંતર્ગત કોરોના વાયરસને લઇ સોશિયલ મીડિયામાં અફવાહ ફેલાવનારા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક લોકો આ આદેશને અવગણી કોઇ પણ પ્રકારની તપાસ કર્યા વગર નકલી પોસ્ટ શેર કરી રહ્યા છે.

કોરોના વાયરસ ફેલાવવાના હેતુથી વાસણો ચાટવાનો દાવો

તાજેતરમાં જ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇ દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સમૂદાયના લોકો કોરોના વાયરસ ફેલાવવાના હેતુથી વાસણોને ચાટી રહ્યા છે. ફેસબુક પર Public સબ જાનતી હૈ ના નામે એક પેજ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો અને દાવો કરવામાં આવ્યો,”મસ્જિદોમા સંતાયેલા મુલ્લા ખાલી વાસણને ચાટી વધારેમાં વધારે આ મહામારીને ફેલાવી રહ્યા છે….. આ મુલ્લા પહેલાથી જ કોરોના ગ્રસિત છે આ લોકો જાણે છે અને સરકાર તેમને પકડવા માટે ઇલાજ કરી રહી છે, આખરે કેમ…. ભારતમાં કોરોના વાયરસ ફેલાઇ નથી રહ્યો પરંતુ ફેલાવવામાં આવી રહ્યો છે.” જોકે બાદમાં આ વીડિયોને ડિલીટ કરી દેવામાં આવ્યો.

2018નો છે આ વીડિયો, કોરોના ફેલાવવાનો દાવો ખોટો

ગૂગલ પર ‘Muslims licking utensils’ સર્ચ કરવા પર 31 જુલાઇ 2018નો એક વીડિયો મળે છે. આ તે જ વીડિયો છે જેને હવે 2020માં વાયરલ કરવામાં આવી રહ્યો છે. 2018ના વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, દાઉદી બોહરા વાસણોમાં ચોટેલા ભોજનને ચાટી રહ્યા છે જેથી અનાજનો એક પણ દાણો બરબાદ ન થાય. ત્યાં જ પ્રેસ ઇંફોર્મેશન બ્યૂરો (પીઆઇબી)ની ફેક્ટ ચેકિંગ ટીમે આ વીડિયોને નકલી ગણાવ્યો છે.

તો આપ તમામ લોકોને અપીલ છે કે, સોશિયલ મીડિયા અને વ્હોટ્સ એપ પર આવેલ કોઇ પણ તસવીર, મેસેજ અને વીડિયોને ભાવનાઓમાં આવી પોરવર્ડ ના કરશો. પહેલા તેનું સત્ય જાણવાની કોશિશ કરો અને તેના પછી જ તેના વિશે નિર્ણય લો.

Share Now