કોરોનાને અલ્લાહની સજા ગણાવી નોટ વડે નાક લૂંછવું યુવકને ભારે પડ્યું

292

વાયરલ વીડિયોમાં સૈયદ જમીલ નામનો વ્યક્તિ 500-500ની નોટો પર થૂક લગાવી રહ્યો છે

એજન્સી, નવી દિલ્હી

કોરોના વાયરસને અલ્લાહની સજા ગણાવીને રૂપિયાની નોટોથી નાક સાફ કરવાનો વીડિયો બનાવવો એક વ્યક્તિને ભારે પડ્યો છે. નાસિક પોલીસે આ વ્યક્તિની ઓળખ કરીને ગુરૂવારના રોજ તેની ધરપકડ કરી લીધી છે. નાસિક પોલીસે જાતે જ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

મહારાષ્ટ્રના નાસિકના એક 38 વર્ષીય વ્યક્તિએ ટિકટોક પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તે કહી રહ્યો હતો કે આ કોરોના વાયરસની બીમારી એ અલ્લાહની જ સજા છે જે એમણે તમારા લોકો માટે મોકલી છે. વીડિયોમાં તે 500-500ની નોટોને ચાટી રહ્યો છે અને તેનાથી નાક પણ સાફ કરી રહ્યો છે.

તેનો આ વીડિયો શેર થતાની સાથે જ વાયુવેગે વાયરલ થયો હતો. જ્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. નાસિક પોલીસે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે નાસિક ગ્રામીણ પોલીસ (મહારાષ્ટ્ર ગ્રામીણ)ની તરફથી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે અને હાલમાં તે પોલીસની કેદમાં છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સૈયદ જમીલ સૈયદ બાબૂને માલેગાંવમાં રમજાનપુરા પોલીસે ગુરૂવારે રાત્રે ધરપકડ કરી લીધી હતી. તેમજ માલેગાંવની એક કોર્ટે 7 એપ્રિલ સુધી તેને પોલીસની કેદમાં રાખવાનો આદેશ આપ્યો છે.

Share Now