મધ્યપ્રદેશમાં કોવીડ -19 ટીમનાં IAS અધિકારીને કોરોના પોઝિટિવ

277

તેઓ સ્વાસ્થ્ય વિભાગના 126 જેટલા કર્મચારીઓના સીધા સંપર્કમાં આવ્યા હતા

ભોપાલ : કોરોના વાયરસ સામેના જંગમાં મહત્વની કામગીરી કરી રહેલા મધ્ય પ્રદેશ સરકારના એક યુવાન આઈએએસ અધિકારીનો કોરોનોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે જ વહિવટી તંત્રની ઊંઘ ઊડી ગઈ છે અને હવે આ અધિકારી કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની શોધ શરૂ થઈ ગઈ છે.આ યાદીમાં રાજ્યના કેટલાક ટોચના અને અનુભવી અધિકારીઓના નામ અકિલા પણ આવી શકે છે.શુક્રવારે સાંજ સુધીમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્ટાફના 120 લોકોના નમૂના લેવામાં આવ્યા છે અને તેને કોવિડ-19 ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.2011ની બેચના અધિકારી વર્કોહોલિક તરીકે જાણીતા છે અને બુધવારથી તેઓ ફરજ પર હાજર હતા અને હેલ્થ ડિપાર્ટમેન્ટની કોવિડ-19 ટીમની તમામ બેઠકોમાં ભાગ લીધો હતો.સૂત્રોનું કહેવું છે કે તેઓ સ્વાસ્થ્ય વિભાગના 126 જેટલા કર્મચારીઓના સીધા સંપર્કમાં આવ્યા હતા.આ મામલો સામે આવ્યા બાદ અધિકારીઓને ઓફિસ આવવાની ના પાડી દીધી છે.આ અધિકારી ડોક્ટર પણ છે અને ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લીધો હતો.છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત સારી ન હતી અને ગુરૂવારે રાત્રે તેમનો પ્રથમ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

Share Now