કડોદરા :મહિલા નગરસેવિકાના ભાઈને કડોદરામાં કોરોનાનો પોઝિટિવ કેશ હોવાની ટીલિફોનિક ચર્ચા કરવાનું ભાડે પડ્યું

332

અફવા ફેલાવનાર વેપારી તેમજ તેમના મિત્ર પાસે જાહેરમાં માફી મંગાવતો વિડીયો વાયરલ કરાયો

બારડોલી,

શનિવારે સુરત જિલ્લાના કડોદરા નગરમાં એક વેપારીને એક અન્ય વ્યક્તિ સાથે મોબાઈલ ઉપર કડોદરા નગરમાં રેહતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર તરીકેની ફરજ બજાવતા ઇસમને કોરોના પોઝિટિવ હોવાની વાત કરવા નું ભારે પડ્યું હતું આ ખોટી અફવા ફેલાવા માટે સફાઈ કર્મચારી ના પરિવાર સભ્યો અને ગામના સ્થાનિક યુવાનો એ ભેગા મળી વેપારી પાસે માફી મંગાવી હતી અને જે વિડીયો વાયર થતાં ભારે ચકચાર મચી ગઇ હતી
કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કેટકેટલી જાહેરાત થકી લોકોને અપીલ કરી રહ્યા છે કે કોરોના મહામારી અંગેની કોઈપણ પ્રકારની અફવાહને સોશિયલ મીડિયા ફેલાવવી નહિ નહીતો દંડનીય કાર્યવાહી થશે તેમ છતાં લોકો આડેધડ અફવાને જોર આપતા મેસેજ એકબીજા ગ્રુપમાં ફરી રહ્યા છે કરે છે આજ પ્રકારનો એક બનાવ કડોદરા નગરમાં બનતા કડોદરા નગરના રહીશોનો જીવ તાળવે ચોંટી ગયો હતો
કડોદરા નગરના એક મહિલા કોર્પોરેટરના ભાઈ એ શનિવારના રોજ કડોદરા નગરમાં અરિહંત પાર્કમાં રહેતા એક વ્યક્તિ સાથે ટેલિફોનિક ચર્ચા કરી રહ્યા હતા જે દરમિયાન મહિલા કોર્પોરેટર નાભાઈ એ કડોદરા નગરમાં રહેતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર તરીકેની ફરજ બજાવતા એ વ્યક્તિ ને કોરોના પોઝિટિવ છે એ તે પ્રકારની ચર્ચા કરી હતી અફવાહ ફેલાવતી વાતો કહી હતી જેના ઉત્તર રૂપે ટેલિફોન પર સાંમેં વાત કરતા ઇસમે જાતિ વિષયક શબ્દો પણ કહ્યા હતા બને વ્યક્તિ ની ટેલિફોનિક ચર્ચા નો ઓડીઓ કડોદરા નગરના લોકલ સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાઈરલ થઈ જતા.કડોદરાના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો જોકે કડોદરા નગરની સ્થાનિક ગુજરાતી પ્રજાઓએ આ અફવાને વધુવેગ આપતા કડોદરા નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે આ અફવા છે તે જાણતા સ્થાનિક યુવાનોએ કડોદરા નગર મહિલા કોર્પોરેટરના ભાઈને તેમજ તેના મિત્રને પકડી કોરોના અંગેની અફવા ફેલાવી બદનામ કરવા બદલ માફી મગાવી વિડિઓ બનાવી સોસિયલ મીડિયામાં વહેતો કર્યો હતો જેથી કડોદરા નગરની પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો.

Share Now