Corona : લોકડાઉન ખતમ થયા પછી શું વિચારી રહી છે સરકાર?

272

નવી દિલ્હી : ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. ભારતમાં આ વાયરસથી સંક્રમિતોનો આંકડો 4000ને પાર કરી ગયો છે. કોરોનાના પ્રસારને રોકવા માચે દેશમાં 21 દિવસના લોકડાઉનનો આજે 13મો દિવસ છે. હવે સરકાર 15 એપ્રિલથી લોકડાઉનને ચરણબદ્ધ તરીકેથી ખોલવા પર વિચાર કરી રહી છે. આ વચ્ચે સમાચાર એવા છે કે સરકારે કોરોનાના પ્રસારને રોકવા માટે પ્લાન બી પણ તૈયાર કર્યો છે. જે અંતર્ગત 15 એપ્રિલ પછી પણ લોકડાઉનનો વિચાર કરવામાં આવી શકે છે.

ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટ પ્રમાણે 3 એપ્રિલે થયેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની મિટિંગમાં આ પોઇન્ટ પર ચર્ચા થઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતા અને ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં 16 સભ્યોની મિટિંગમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે પ્લાન બી પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે સરકારનું માનવું છે કે કોરોના મહામારીથી લડવા માટે લગભગ 40 ટકા ક્રિટિકલ કેયર ઇક્કિમ્પેંટની જરુર છે. જોકે અત્યાર સુધી હેલ્થ કેયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિસ્થિતિને સંભાળી રહ્યા છે ત્યાં સુધી વધારે ચિંતાની વાત નથી.

લોકડાઉનમાં ગૌસેવા કરી રહ્યો છે સેહવાગ, પ્રશંસકે પૂછ્યું – કેટલું દૂધ આપે છે? ઇન્ડિયા ટૂડેના એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર 15 એપ્રિલથી લોકડાઉનને ચરણબદ્ધ રીતે હટાવી શકે છે. આ દરમિયાન જરુરી વસ્તુઓની સપ્લાય પહેલાની જેમ યથાવત્ રહેશે. જોકે સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન દરેક સ્થિતિમાં કરવું પડશે. જો લોકડાઉન હટશે તો પણ સિનેમા હોલ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ્સ અને ધાર્મિક સ્થળો પહેલાની જેમ બંધ જ રાખવામાં આવશે. મોલમાં ફક્ત જરુરી સામોનોની દુકાન જ ખુલી રહેશે. 15 એપ્રિલ પછી પણ ક્યાં ભીડ ભેગી ના થાય તેના પર સરકારનું જોર છે.

GoMની મિટિંગમાં કોઈપણ પોઇન્ટ પર અંતિમ નિર્ણય થઈ શક્યો ન હતો. એક વાત તો સ્પષ્ટ છે કે સરકારે સારી રીતે જાણે છે કે 15 એપ્રિલ પછી પણ બધુ નોર્મલ થશે નહીં. લોકડાઉન દરમ્યાન કોરોના સંક્રમિતોના કેટલા કેસ આવે છે તેના પર બધો આધાર છે.

Share Now