મેડિકલ સ્ટાફ રાત દિવસ પોતાનો જીવ જોખમમાં નાખીને કામ કરી રહ્યો છે ત્યારે મુંબઇની ખાનગી હૉસ્પિટલ જસલોકમાં મેડિકલ સ્ટાફનાં 21 જણાંનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. હૉસ્પિટલે તમામ સેવાઓ બંધ કરી દીધી છે અને માત્ર ઇમર્જન્સી સેવા ચાલુ રાખી છે. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર હૉસ્પિટલની કામગીરી 31 એપ્રિલ બાદ વ્યવસ્થિત ચાલુ કરાશે. બે અઠવાડિયા પહેલાં Covid-19નો એક દર્દી હૉસ્પિટલમાં દાખલ થયો હતો અને તેની સારવારને પદલે સ્ટાફમાં લોકોને સંક્રમણ લાગુ પડ્યું અને સ્ટાફમાં તમામનાં 1000થી વધુ ટેસ્ટ કરાય છે. મુબઇની મહાનગરપાલિકા (BMC)એ મુંબઇ સેન્ટ્રલમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલનાં સ્ટાફનાં 29 જણા Covid-19 પૉઝિટીવ હોવાથી હૉસ્પિટલને જ કન્ટામિનેટેડ ઝોન જાહેર કરી દીધી છે. ભારતમાં લોકડાઉન છતાં સતત સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 5289 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 166 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે.