આઠ રાજ્યોમાં બે-ચાર દિવસમાં જ કેસની સંખ્યા ડબલ થઈ

310

– સરકારની ચિંતા ચરમસીમાએ: ૫૭૩૪ લોકોને કોરોના, ૧૬૬ના મોત: સૌથી ખરાબ હાલત દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર્રની

દુનિયાભરમાં તબાહી મચાવી રહેલા કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ વ્યાપી ગયો છે.દેશના સૌથી વધુ પ્રભાવિત ૧૦ રાયો પૈકી આઠ રાયોમાં બે-ચાર દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઈ જતાં સરકારની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી ૮૪ ટકા મહારાષ્ટ્ર્ર, તામીલનાડુ, દિલ્હી, તેલંગણા, કેરળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક જિલ્લાના કેસો નોંધાયો છે.ભારતમાં અત્યારે કોરોના પીડિત દર્દીઓની સંખ્યા ૫૭૩૪એ પહોંચી છે અને ૧૬૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કેરળ અને કર્ણાટકને બાદ કરતાં બાકીના આઠ રાયોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧ એપ્રિલથી આઠ એપ્રિલ વચ્ચે બે ગણી થઈ છે.સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દિલ્હીના તબલીગી જમાતના મરકઝને કારણે દેશમાં કોરોના વાયરસના કેસ ૪ દિવસમાં બમણા થયા હતા.આ રાયો મહારાષ્ટ્ર્ર, તામીલનાડુ,દિલ્હી,તેલંગણા,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ,આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ છે.

દિલ્હીમાં માત્ર બે દિવસમાં જ દર્દીઓની સંખ્યા બમણી થઈ છે.૨ એપ્રિલે દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૨૨૩ હતી જે ૪ એપ્રિલે ૪૪૭એ પહોંચી છે.દિલ્હીમાં નિઝામુદ્દીન અને શાહદરા વિસ્તાર હજુ પણ કોરોના વાયરસના હોટસ્પોટ બનેલા છે.

મહારાષ્ટ્ર્ર,ઉત્તરપ્રદેશ અને તેલંગણામાં ત્રણ દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ છે.૪ એપ્રિલે મહારાષ્ટ્ર્રમાં દર્દીઓની સંખ્યા ૪૯૮ હતી જે ૭ એપ્રિલે વધીને ૧૦૧૮ થઈ છે.તેલંગણામાં ૩ એપ્રિલે દર્દીઓની સંખ્યા ૧૬૧ હતી જે ૬ એપ્રિલે ૩૨૨ થઈ છે.ઉત્તરપ્રદેશમાં પણ ૨ એપ્રિલે ૧૧૪ દર્દી હતા જે ૫ એપ્રિલે વધીને ૨૩૧ થઈ ગયા છે.

કેરળ અને કર્ણાટકમાં કોરોના વાયરસના ફેલાવાની સંખ્યા અન્ય રાયોની તુલનાએ ધીમી પડી છે.તાજા મામલામાં હજુ આવવા છતાં આ રાયોમાં પાછલા સાત દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ નથી.કેરળમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૭૦ છે

Share Now