દુનિયાભરમાં 14 લાખથી વધુ લોકો સંક્રમિતઃ 82 હજારથી વધુનાં મોત

302

વિશ્વભરમાં કોરોનાના ૧૪ લાખ ૩૧ હજાર ૭૦૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૮૨ હજાર ૮૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ બે હજાર ૧૫૦ લોકોને સારવાર પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઇટલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યુ યૉર્કમાં એક દિવસમાં ૭૩૧ લોકોએ જીવ ગુમાવ્યો છે, ન્યુ યૉર્કમાં મૃત્યુદર ૫૪૮૯ થયો છે. અમેરિકામાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને ૧૨,૮૫૪ લોકોએ જીવ ગુમાવ્યો છે.

સ્પેનમાં ૧.૪૨ લાખ પૉઝિટિવ કેસ અને ૧૪,૦૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ઇટલીમાં એક લાખ ૩૫ હજાર ૫૮૬ પૉઝિટિવ કેસ અને ૧૭,૧૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફ્રાન્સમાં એક લાખ નવ હજાર પૉઝિટિવ કેસ અને ૧૦૩૨૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પૉઝિટિવ કેસ એક લાખ સાત હજાર ૬૬૩ પૉઝિટિવ કેસ નોંધાયા છે અને બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

પાકિસ્તાનમાં ૫૦ કેદીઓને કોરોના પૉઝિટિવ આવ્યો

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક જેલમાં ૫૦ કેદીઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. એ બાદ ૫૨૫ કેદીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ લાહોરની કૅમ્પ જેલના ૨૦ કેદીઓ છે, બાકીના કેસ અન્ય જેલમાં નોંધાયા છે.

Share Now