કેન્દ્ર સરકારની EPCG સ્કીમન લાયસન્સમાં 6 માસની મુદત વધારાઈ

328

– DGFT ઓફિસમાં તા.3૧-3-૨૦૨૧ પહેલા જમા કરાવવાની રહેશે

ભારત દેશ કોરોના વાઇરસની મહામારી સામે લડત આપી રહ્યું છે અને હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને ઉદ્યોગકારોના વેપાર-ધંધા બંધ થઇ ગયેલ છે.ત્યારે નિકાસકારોને આગામી સમયમાં વધુ સવલતો મળે તે માટે રાજકોટ ચેમ્બર દ્વારા DGFT ન્યુદિલ્હીને EPCG સ્કીમના લાયસન્સમાં મુદત વધારી આપવા રજૂઆત કરાયેલ ભારત સરકારની આ સ્કીમમાં કોઇપણ ઉત્પાદક કોઇપણ શુલ્ક કસ્ટમ ડયુટી,એકસાઇઝ ડયુટી,વેટ,જીએસટી ભર્યા વગર મશીન ખરીદી શકે પરંતુ સામે તેઓએ આ બચાવેલ ડયુટીના ૬ ગણિ નિકાસ ૬ વર્ષમાં કરવાની હોય છે.જેથી DGFT પબ્લીક નોટીસ ૬૭/3૧-3-૨૦૨૦ અનુસંધાને નિકાસકારો EPCG અંદર એકસપોર્ટ કરી શકેલ નથી.

તેના માટે ભારત સરકાર તરફથી વધુ એક તક આપવામાં આવેલ છે.જેના EPCG લાયસન્સના એકસપોર્ટની તા.૧-૨-૨૦૨૦ થી 3૧-૭-૨૦૨૦ સુધીમાં પુરા થતા હતા તેને લોકડાઉનના કારણે ૬ માસ સુધી લંબાવવામાં આવેલ છે.

વધુમાં જે EPCG ૬ વર્ષ કે ૮ વર્ષમાં શરતો મુજબ નિકાસ કરી શકેલ નથી તેમને બ્લોક એક્ષટેન્શન કે એક્ષપોર્ટ એક્ષટેન્શનની અરજી મામ દસ્તાવેજી પુરાવા સાથે DGFT ઓફિસમાં તા.3૧-3-૨૦૨૧ પહેલા જમા કરાવવાની રહેશે.આ બાબતે અત્યાર સુધીમાં રૂ.૫૦૦૦ની પેનલ્ટી હતી તે પણ DGFTએ માફ કરેલ છે.તેમજ જે અરજદારોએ નિશ્ચિત સમયમર્યાદામાં ઇન્સ્ટોલેશન સર્ટીફિકેટ નાખેલ નથી તેની રૂ.૫૦૦૦ની પેનલ્ટી DGFTએ માફ કરેલ છે.આ સંદર્ભે વધુ માહિતી માટે DGFTની વેબસાઇટ dgft.gov.in ઉપર પબ્લીક નોટીસ ૧/૭-૪-૨૦૨૦ ધ્યાને લેવી.આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી દ્વારા કરેલ રજુઆતને સફળતા મળેલ છે.

Share Now