ચેન્નાઈમાં હેન્ડવોશ, મુંબઈમાં કોન્ડોમ, હૈદ્રાબાદમાં આઇપીલની ડિમાન્ડ!

353

સુખપરાયણ : લોકડાઉનમાં યુગલો વચ્ચે ઘનિષ્ઠતા વધી, મુંબઈના લોકો સંભોગસુખના માર્ગેઃ દેશના મોટાભાગના શહેરોમાં ઘર પર ડિલીવરીઓ

દિલ્હી,

દુનિયાભરના અનેક દેશોમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન અમલી છે.આ દરમિયાન લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા છે.મુંબઈના લોકો ઘરમાં બંધ થઈને સામાજિક અંતર અને સેલ્ફ-આઈસોલેશનના નિયમનું ચુસ્ત પાલન કરી રહ્યા છે,પરંતુ ઘરમાં કંટાળોનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ઘરની અંદર રહેવું અને સુરક્ષિત સેક્સ કરવું.ભારતમાં પ્રથમ 21 દિવસ બાદ ફરી લોકડાઉન ત્રીજી મે સુધી લંબાવી દીધું છે.દેશભરના નાગરિકો ઘરની અંદર રહીને સામાજિક અંતર બનાવી રાખવાની કોશિશ કરી રહ્યા છે,અને તેઓ હોમ ડિલિવરી એપ્સની મદદ લઈ રહ્યા છે,જે લોકો દરવાજા સુધી સામાન અને સેવાઓ પહોંચાડવા મદદ કરી રહ્યા છે.

લોકડાઉન દરમિયાન સક્રિય રહેનાર કેટલાક ડોરસ્ટેપ ડિલીવરી એપ પૈકી એક ડન્ઝો છે,જે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલોર, હૈદરાબાદ, ગુડગાંવ અને પૂણે સહિતના કેટલાક ભારતીય શહેરોમાં સેવા આપવાની કામગીરી કરે છે.મંગળવારના રોજ,જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી તો ડન્ઝોએ પોતાના ટ્વીટર હેન્ડલથી જાણકારી એકત્ર કરી કે મોટાભાગના ભારતીય શહેરોના લોકો મોટાભાગના પ્લેટફોર્મથી કઈ ચીજનો ઓર્ડર આપે છે.

આ માહિતી અનુસાર જયપુર અને ચેન્નાઈમાં લોકોએ હાથ ધોવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી.પરંતુ મુંબઈમાં સૌથી વધુ ઓર્ડર કઈ વસ્તુના અપાયા હશે ? વિચારીને આશ્ચર્ય થશે,એ વસ્તુ છે કોન્ડોમ.એવું લાગે છે કે જયપુર અને ચેન્નાઈના લોકો વાયરસ અંગેની ચિંતા કરવામાં વ્યસ્ત હતા, પરંતુ મુંબઈના લોકો લોકડાઉનના દિવસોમાં સંભોગ સુખ મેળવવામાં મશગૂલ હતા.કોરોના વાયરસની મહામારીએ મોટા પ્રમાણમાં ચિંતાને જન્મ આપ્યો છે. પરંતુ તાજેતરના દિવસોમાં કેટલાક યુગલો વચ્ચે પણ ઘનિષ્ઠતા વધારી છે,જે પોતાના વ્યસ્ત જીવનમાં,એકબીજા સાથે ખૂબ ઓછો સમય રહેતા હતા અથવા એકબીજા માટે સમય ફાળવી શકતા ન હતાં.

લોકડાઉન દરમિયાન ફક્ત મુંબઈ જ નહીં,બેંગલોર, પૂણે અને હૈદ્રાબાદ જેવા અન્ય શહેરોમાં પણ સેક્સનું ખૂબ પ્રચલન છે.બેંગલોર અને પૂણે બંને શહેરોમાં સૌથી વધુ હોમ પ્રેગનેન્સી ટેસ્ટ કિટનો ઓર્ડર આપ્યો હતો,જ્યારે હેદ્રાબાદના લોકોએ ગર્ભનિરોધક ટેબલેટ આઈપીલનો સૌથી વધુ ઓર્ડર આપ્યો હતો.આ ફક્ત ડન્ઝોની માહિતી નથી.દેશભરના ફાર્માસિસ્ટોએ કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં ઉછાળો આવ્યાની માહિતી આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરના રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમિયાન દુનિયાભરના દેશોમાં કોન્ડોમની માંગ ખૂબ વધી છે,બીજી તરફ કોન્ડોમ આવશ્યક જરુરી સેવામાં આવતી પ્રોડક્ટ નથી,તેના કારણે કોન્ડોમ ઉત્પાદન કરતી કંપની બંધ છે,જેના કારણે કોન્ડોમની અછત સર્જાઈ રહી છે.

Share Now