માસ્કના નામે પણ ચીને શરમનજક હરકત,સમગ્ર વિશ્વમાં થઈ રહી છે બદનામી

424

કોરોના વાયરસના ઉદ્ભવ સ્થાન ગણાતું ચીન આ સંકટની સ્થિતિમાં મેડિકલ સપ્લાયના નામે દુનિયા સાથે મજાક કરી રહ્યું છે.યુરોપિયન દેશો સહિત ઘણી જગ્યાએ ચીને ખરાબ ગુણવત્તાની પીપીઈ કિટ મોકલી છે.આ કિટ પહેરી શકાય તેવી નથી. સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ચીને મોકલેલી પીપીઈ કિટ પહેરતાંની સાથે જ ફાટી જાય છે.માસ્કના નામે પણ ચીને શરમનજક હરકત કરી છે. થોડા દિવસ પહેલા પોતાના ‘ખાસ દોસ્ત’ પાકિસ્તાનને પણ અંડરવેરમાંથી બનેલા માસ્ક ચીને મોકલ્યા હતા.હવે ભારત સાથે પણ ચીને આવી જ હરકત કરી છે. જો કે, દુનિયા આખીમાં બદનામી થયા પછી ચીને પોતાના ત્યાં ક્વોલિટી ચેક વધાર્યું છે.

ચીને ભારતને આશરે 1.70 લાખ PPE કિટ મોકલી

5 એપ્રિલ સુધીમાં ચીને ભારતને આશરે 1.70 લાખ PPE કિટ મોકલી હતી.તેમાંથી 50,000 કિટ ક્વોલિટી ચેકમાં નિષ્ફળ રહી છે.સૂત્રએ જણાવ્યું, ‘30,000 અને 10,000ના બે નાના કન્સાઈનમેન્ટ પણ ટેસ્ટમાં પાસ ના થયા.આ ઉપકરણોની તપાસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની ગ્લાલિયર સ્થિત લેબોરેટરીમાં થઈ છે.

ભારતમાં રોજ 1 લાખ PPE કિટની જરૂર

સરકારી અધિકારીઓનું કહેવું છે કે, તેઓ માત્ર CE/FDA માન્યતા પ્રાપ્ત PPE કિટ જ ખરીદે છે.જો કે, સરકારને ઘણો જથ્થો ડોનેશનના ભાગરૂપે પણ મળે છે. પરંતુ તે પણ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થતાં તેનો ઉપયોગ શક્ય નથી. સૂત્રોએ જણાવ્યું,’જે કિટને CE/FDAની માન્યતા પ્રાપ્ત થતી તેમને ભારતમાં ક્વોલિટી ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.’ ભારતમાં મોટાભાગની કિટ ચીન, જાપાન અને કોરિયાથી આવે છે.જો કે, જાપાન અને કોરિયાથી આવતી કિટ ઘણી મોંઘી છે.

Share Now