Corona ને કારણે અમેરિકામાં 24 કલાકમાં 4,491 લોકો મોત

300

Corona વાયરસથી સમગ્ર દુનિયા ત્રાહિમામ પોકારી રહી છે.આ વાયરસથી જો કોઈ સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર હોય તો,તે છે વિશ્વની મહાસત્તા અમેરિકા. Corona એ અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે.Corona ને કારણે અમેરિકામાં ગુરુવારે મૃત્યુ પામનાર લોકોન સંખ્યા 32,917 પર પહોંચી ગઈ છે.જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 4,491 લોકો મૃત્યુ પામ્યા છે. જે વૈશ્વિક રોગચાળાને કારણે એક દિવસમાં સૌથી વધારે મૃત્યુઆંક છે.

અમેરિકામાં સંક્રમણના 6,,67,800 થી વધુ કેસ

મૃત્યુના આ આંકડાઓમાં તે મામલાઓ સામેલ છે, જેમાં Covid-19 હોવાની શંકા છે.આ મામલાઓ અગાઉના આંકડાઓમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આ અઠવાડિયે ન્યુ યોર્ક સિટીએ જાહેરાત કરી હતી કે,મૃત્યુઆંકમાં 3778 લોકોની મોતના એવા મામલાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં વ્યક્તિની મોતનુ સંભવિત કારણ આ વૈશ્વિક મહામારી છે.Covid-19 ના કારણે દુનિયામાં સૌથી વધારે લોકોના મોત અમેરિકામાં થયા છે.અમેરિકામાં સંક્રમણના કારણે 6,,67,800 થી વધુ કેસ સામે આવ્યા હતા.

અમેરિકા હવે કોરોનાનુ (corona)એપી સેન્ટર બન્યુ

દુનિયામાં અમેરિકા હવે કોરોનાનુ (corona)એપી સેન્ટર બન્યુ છે.કોરોના કારણે અહી ૩૪ હજારથી વધુ લોકોના મોત થયા છે.જ્યારે કે ૬.૭૭ લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાના વધતા કે, બાદ ટ્રમ્પની સરકાર (corona)અમેરિકામાં વિરોધીઓના નિશાને આવી છે.દુનિયામાં સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત દેશ હવે અમેરિકા છે.અમેરિકામાં કોરોનાના વધતા કેસ બાદ ટ્રમ્પ સરકારની ચિંતામાં વધારો થયો છે.તો બીજી તરફ અર્થવ્યવસ્થાને બચાવવાનો અમેરિકા સામે મોટો પડકાર છે.

અમેરિકા હવે કોરોનાનુ એપી સેન્ટર બન્યુ

દુનિયામાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.અત્યાર સુધીમાં કુલ ૨૧ લાખ ૮૧ હજારથી વધારે કેસ સાથે ૧ લાખ ૪૫ હજારથી વધારે લોકોના મોત થયા છે.ફ્રાંસની વાત કરીએ તો અહીં ૨૪ કલાકમાં ૭૫૩ લોકો મોતને ભેટ્યા.ફ્રાંસમાં ૧૭ હજારથી વધારે લોકોના મોત કોરોનાથી થયા છે.

મેરિકામાં ૩૪ હજારના મોત અને ૬ લાખથી વધુ કેસ સામે આવ્યા

જ્યારે દુનિયામાં અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ બન્યો છે.અમેરિકામાં ૩૪ હજારના મોત અને ૬ લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તો વળી સ્પેનમાં પણ કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.સ્પેનમાં ૧૯ હજારથી વધારે લોકોના મોત અને એક લાખ ૮૪ હજાર કેસ નોંધાયા છે.

Share Now