સનસની ખેજ ખુલાસો : જિનપિંગે ૭ દિવસ મૌન રહીને ચીનમાં કોરોનાને ફેલાવા દીધો

397

– ૧૪ જાન્યુઆરીને મહામારીની માહિતી મળી હોવા છતાંય દેશવાસીઓને ૨૦ જાન્યુઆરીએ જણાવ્યું, ૩ હજારથી વધુ લોકો થઈ ગયા હતા સંક્રમિત

બીજિંગ, તા.૧૭: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર આરોપ મૂકતા રહ્યા છે કે તેણે દુનિયાની સાથે કોરોના વાયરસ સંબંધિત તમામ માહિતી જણાવી નહીં.હવે સામે આવ્યું છે કે ચીનની સરકારે પણ કોરોના વાયરસ (કોવિડ ૧૯) વિશે જાણકારી મળી હોવા છતાંય ૭ દિવસ સુધી તેને ફેલાવા દીધો.

મળતી જાણકારી મુજબ,ચીનની સરકારને અકિલા ૧૪ જાન્યુઆરીએ જ એ વાતની માહિતી મળી ગઈ હતી કે કોરોના એ દેશમાં મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે પરંતુ ૭ દિવસ સુધી તેનું એલર્ટ જાહેર ન કર્યું.સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસે ચીનની સરકારના આંતરિક દસ્તાવેજોની મદદથી ખુલાસો કર્યો છે કે ચીનની ટોપ સ્વાસ્થ્ય એજન્સીએ ૧૪ જાન્યુઆરીએ પ્રાંતીય અધિકારીઓને જણાવી દીધું હતું કે નવા કોરોના વાયરસને કારણે તેઓ મહામારી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.પરંતુ તેઓએ સાત દિવસ સુધી લોકોને સતર્ક ન કર્યા.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને ગુપ્ત રીતે મહામારીનો સામનો કરવાની તૈયારીના આદેશ આપ્યા જયારે રાષ્ટ્રીય ટેલીવિઝનના માધ્યમથી લોકોને સતર્ક ન કરવામાં આવ્યા.રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે તેની જાણકારી મળી હોવા છતાંય સાતમા દિવસ એટલે કે ૨૦ જાન્યુઆરીએ લોકોને સંક્રમણ બાબતે લોકોને ચેતવ્યા.પૂર્વ પ્રભાવી સંક્રમણના આંકડાઓ મુજબ,ત્યાં સુધી લગભગ એક સપ્તાહના મૌનના કારણે ૩,૦૦૦થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂકયા હતા.ચીનના રોગ નિયંત્રણ કેન્દ્રએ સ્થાનિક અધિકારીઓ પાસે પ્રાપ્ત કોઈ કેસનો રજિસ્ટરમાં નોંધ્યા નહીં,તેની પુષ્ટિ એસોસિએટ પ્રેસને પ્રાપ્ત આંતરિક બુલેટિનથી થઈ છે.૫ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી દરમિયાન હોસ્પિટલલોમાં હજારો રોગી દાખલ થઈ રહ્યા હતા.વુહાન ઉપરાંત સમગ્ર દેશમાં પણ આવો જ હાલ હતો.

Share Now