સુરત જઈ રહેલા સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ

287

-ગુરુવારે રાત્રે પાલઘર જિલલાના કાસા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે, આ વિસ્તારમાં ચોર ફરતા હોવાની અફવા ફેલાઈ હતી.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગામવાસીઓના એક જૂથે ત્રણ વ્યક્તિઓને ચોર હોવાની શંકાના આધારે માર મારતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.મૃતકોમાં બે સાધુ અને એક વ્યક્તિ ડ્રાઈવર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.સુત્રોએ વધુમાં કહ્યું હતું કે, ત્રણેય ગુરૂવારે મોડી રાત્રે કાંદિવલીથી સુરત જઈ રહ્યાં હતા. દરમ્યાન ગડચિંચલે ગામ નજીક ધાબડી-ખાનવેલ રોડ પર સ્થાનિકોએ તેમનું વાહન અટકાવ્યું હતું.તેમને કારની બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા અને તેઓ ચોર હોવાની શંકાના આધારે ગ્રામજનોએ પથ્થર તથા અન્ય વસ્તુઓ વડે તેમના પર હુમલો કર્યો હતો અને ઘટનાસ્થળે જ ત્રણેયનું મૃત્યુ થયું હતું. મૉબ લિન્ચિંગની આ ઘટનામાં FIR નોંધીને 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાંથી 9 લોકો સગીર છે.આ લોકોને 30 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી અઅફડામાં આવી છે.જ્યારે 9 સગીરોને જુવેનાઈલ સેન્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યાલયે આ બાબતે ટ્વીટ કર્યું હતું કે,પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવર પર હુમલો કરનારા પર કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે ઘટનાના દિવસે જ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ગુરૂવારે રાત્રે નેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારોઓની ઓળખ સુશીલ ગિરિ મહારાજ,ચિકને મહારાજ કલ્પવરૂક્ષગિરી અને ડ્રાઇવર નીલેશ તેલગાડે તરીકે થઈ હોવાની માહિતિ સુત્રોએ આપી હતી.ઈકો વેનમાં કાંદિવલીથી સુરત જઈ રહેલા આ ત્રણેય જણને ચોર હોવાની આશંકાથી ધાબડી-ખાનવેલ રોડ પર લગભગ 200 જેટલા સ્થાનિકોએ તેમનું વાહન અટકાવીને તેમને બહાર ખેચી કાઢયા હતા અને તેમના પથ્થર તેમજ અન્ય વસ્તુઓ વડે હુમલો કર્યો હતો.

રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રવિવારે આ ઘટનાની તપાસના આદેશ સાથે ટ્વીટ કર્યું હતું કે આ ઘટના દ્વારા સમાજમાં વૈમનસ્ય ઊભું કરવા માંગે છે તેમના પર પોલીસની ચાંપતી નજર છે.આરોપીઓને 30 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી અપાઈ છે.દેશમાં એક બાજુ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ અફવાની આગે નવું સંકટ પેદા કરી દીધું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં અફવા ત્રણ લોકોનો જીવ લીધો છે.મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, ધર્મ વિશેષને લઈ આ હત્યા નથી થઈ.સરકારે આ મામલાને ધાર્મિક રંગ ન આપવાની અપીલ કરી છે.

અફવાના કારણે ટોળાએ મહારાષ્ટ્રના પાલઘરમાં પોલીસની હાજરીમાં જ ત્રણ લોકોની હત્યા કરી નાંખી હતી.પોલીસે આ મામલે 101 લોકોની ધરપકડ કરી છે,જ્યારે 9 સગીરોને બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે હત્યા,દંગા કરવા તથા સરકારી કર્મચારી પર હુમલો કરવાનો કેસ નોંધ્યો છે.

ગુરુવારે રાત્રે પાલઘર જિલલાના કાસા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી.મળતી માહિતી પ્રમાણે,આ વિસ્તારમાં ચોર ફરતા હોવાની અફવા ફેલાઈ હતી. રાત્રે 10 વાગ્યે ખાનવેલ માર્ગ પર નાસિક તરફથી આવતી ગાડીમાં 3 લોકો હતા. ગામ લોકોએ તેમને અટકાવ્યા અને બાદમાં ચોર હોવાની આશંકાએ પથ્તરોથી હુમલો કરી દીધો. ત્રણેયનું ઘટના સ્થલે મોત થયું હતું.

ત્રણેય મૃતકો મુંબઈના કાંદિવલીથી સુરત જતા હતા.જેમના નામ સુશીલગિરી મહારાજ (ઉ.35),ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી (ઉ.70) અને ડ્રાઇવર નિલેશ તેલગડે (ઉ.30) હતા.

પાલઘરના જે ગામમાંથી પસાર થવાના હતા ત્યાં અપહરણ અને ચોરીની અફવા ફેલાઈ હતી.લોકડાઉનની આડમાં અપહરણ કરવામાં આવતું હોવાની અફવા ફેલાઈ હતી.આ અફવાના કારણે ત્યાંથી પસાર થતાં ત્રણ લોકો ભોગ બન્યા હતા.આ હત્યા પોલીસની હાજરીમાં થઈ હોવાથી બીજેપીએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું મહારાષ્ટ્રના પાલઘરમાં 2 સંત અને તેમના ડ્રાઇવરને ટોળા દ્વારા નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ ઘટના ગુરુવારની છે.કોઈ લોકશાહી કે બંધારણના દાખલા નથી આપી રહ્યા, આપે પણ કેવી રીતે.આ સંતોનું મૃત્યુ થયું છે,અહીં સંતોનું કોણ પૂછે છે?બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ટ્વિટ કરીને લખ્યુ, પાલઘરમાં ત્રણ લોકોની જિંદગી છીનવી લેનારી આ હિંસાની નિંદા કરુ છું.આવા ટોળાને સમાજમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.

Share Now