વડોદરામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, નર્સ પણ આવી સંકજામાં

318

રાજ્યમાં દરરોજ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે,ત્યારે વડોદરામાં વધુ 4 દર્દીના કોરોના પોઝીટીવનાં રીપોરટ આવતા તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.વડોદરામાં વધુ 3 મહિલા અને 1 પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.નવા 4 કેસમાંથી 3 કેસ રેડ ઝોન નાગરવાડાનાં છે અને એક ભરૂચમાં નર્સ તરીકે ફરજ બજાવતી વડોદરાની યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે.આ નર્સ યુવતી વડોદરાનાં ન્યુ સમારોડ વિસ્તારની રહીશ છે.તેણી ભરૂચમાં કોરોના દર્દીનાં સંપર્કમાં આવી હતી.તે સાથે જ આજે વડોદરામાં કોરોના દર્દીઓની સંખ્યા 9 થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં નવા 127 કેસો નોંધાયા છે.જ્યારે રાજ્યમાં આંકડો 2066 (CORONA) પહોંચ્યો છે.જે અત્યત ચિંતા જનક છે.ત્યારે હવે કોરોનાનો કહેર અમદાવાદ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભરડો લીધો છે.કોરોનાએ અમદાવાદમાં (CORONA)કહેર મચ્યો છે.પાંચ લોકોના મોત એ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.તે ચોંકાવનારું છે.અમદાવાદનાં ઘાટલોડિયા, દુધેશ્વર, જમાલપુર, શાહિબાગ, નારાણપુરા, ચાંદખેડા, રાયપુર, મેમનગર, હાથિજણ વિસ્તારમાં નોંધાયા.આરોગ્ય સચિવ જંયતિ રવીએ જણાવ્યું કે નારાણપુરા અને ગીતા મંદિરમાં નવા વિસ્તારમાં કેસ નોઁધાયા છે.

12 કલાકમાં નવા 127 કેસ નોંધાયા

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.રાજ્યમાં વધુ છેલ્લા 12 કલાકમાં નવા 127 કેસ નોંધાયા છે.તો મરણ આંક પણ વધુ 6 થયો છે.અમદાવાદમાં વધુ નવા 50 કેસ પોઝીટીવ આવ્યા છે.તો આજે અમદાવાદને પાછળ રાખીને સુરતમાં સૌથી વધુ કેસ 69 નોધાયા છે. અન્ય જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 બે નવા કેસ નીકળ્યા છે.અમદાવાદ માટે થોડીસારી બાબત કહી શકાય કે છેલ્લા પાંચેક દિવસથી વધતા કેસોમાં આજે થોડી બ્રેક લાગી છે. કોરોના પોઝીટીવની સંખ્યા ઘટી તે સારા સમાચાર કહી શકાય.અમદાવાદમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1300 પર પહોંચવા આવી છે.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1290ને પાર

ગુજરાતમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા 2066 થઈ છે.જેમાં 19 લોકો વેન્ટિલેટર પર છે તો 1839 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં અત્યાર સુધી 131 લોકોને ડિસ્ચાર્જ અપાયું છે.રાજ્યમાં કુલ મૃત્યુ આંક પણ 77 પર પહોંચી ગયો છે.છેલ્લા 24 કલાકમાં 3339 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું જેમાં 215 કેસ પોઝીટીવ આવ્યા છે.તો 3124 કેસ નેગેટીવ છે.

Share Now