પાલઘરમાં સાધુઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ મુંડન કરાવ્યું

274

– હિન્દુ રીતિ રિવાજ અનુસાર પિતાતુલ્ય સંતોને શ્રદ્ધાંજલિ આપવા મુંડન કરાવ્યું છે.

દિલ્હી,

પાલઘરમાં સાધુઓની નિર્મમ હત્યાનો શોક વ્યક્ત કરતાં બુધવારે ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ મુંડન કરાવ્યું હતું.હિન્દુ રીતિ રિવાજ અનુસાર પિતાતુલ્ય સંતોને શ્રદ્ધાંજલિ આપવા મુંડન કરાવ્યું છે.

પ્રવેશ વર્માએ જણાવ્યું હતું કે,પાર્લરમાં પિતાતુલ્ય સંતોષી ગીરી મહારાજ અને કલ્પવૃક્ષ ગીરી મહારાજ ની નિર્મમ હત્યા ને કારણે સંપૂર્ણ દેશમાં રોષ ફેલાયેલો છે.આવા સંત મહાત્માઓ આપણા દેશ માટે માનવતા માટે અને આપણા સૌના કલ્યાણ માટે હંમેશા ભગવાનને પ્રાર્થના કર્યા કરતા હોય છે. હિન્દુ રીતરિવાજ અનુસાર બુધવારે મારા વાળ ઉતરાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઈશ્વર આ મહાન આત્માઓને ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળે વળેલા લોકોએ બે સાધુઓ સહિત ત્રણ લોકોને માર મારી.હત્યા કરી દીધી હતી.આ સંપૂર્ણ ઘટના પડદા સમગ્ર દેશમાં ફેલાયેલા છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો ગાડીના કાચ તોડી રહ્યા છે હાથમાં ડંડા પથ્થર અને કુહાડી લઇ દેખાઈ રહ્યા છે.આ મામલે ભાજપ અને અખાડા પરિષદે હાઈલેવલ તપાસની માંગણી કરી છે.

આ ઘટના બાદ પોલીસે 110 લોકોની ધરપકડ કરી છે જેમાંથી 101 ને 30 એપ્રિલ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે પકડવામાં આવેલા આરોપીઓમાંથી નવ લોકો કિશોર વયના છે જેમને જુવેનાઈલ પર શેલ્ટર હોમમાં મોકલી આપવામાં આવ્યા છે.

Share Now