નવી દિલ્હી
બીજેપીએ બુધવારે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સલાહ આપી છે કે,તેમણે પૂર્વ નાણામંત્રી અને પાર્ટી નેતા ચિદંબરમ પાસેથી ઇકોનોમીક સબ્દોના વિષયે ટ્યૂશન લેવા જોઇએ.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે ચિદંબરમે રાહુલ ગાંધીને ટ્યૂશન આપવા જોઇએ જેથી તેઓને રાઇટ ઓફ અને વેવ ઓફ વચ્ચે તફાવત સમજમાં આવી શકે.
જાવડેકરે કહ્યુ કે મોદી સરકારે કોઇ પણ લોન માફ નથી કરી. તેમણે ટ્વીટ કરી હતી કે રાહુલ ગાંધી સમજી લે કે write offનો અર્થ માફ કર્યુ નથી થતો. મોદી સરકારે એક પૈસાનુ કોઇનુ પણ દેવુ માફ નથી, ભ્રમ ફેલાવાથી ફાયદો નહીં થાય ચિદંબરમે રાહુલને ટ્યૂશન આપવા જોઇએ કે write offનો શુ અર્થ છે અને waive offનો શુ અર્થ થાય છે. જાવડેકરે કહ્યુ કે રાઇટ ઓફ એક સામાન્ય એકાઉન્ટિંગ પ્રક્રિયા છે.જે રિકવરી કે ડિફોલ્ટ વિરુદ્ધ કાર્યવાહીને રોકી નથી શકતી.આ પહેલા રાહુલ ગાંધીએ આરટીઆઇમાં વિલફુલ ડિફોલ્ટર્સ વિશેની જાણકારી મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતું કે આ યાદીમાં મેહુલ ચોક્સી અન નીરવ મોદી જેવા ભાગેડૂની સાથે-સાથે બીજેપીના કેટલાક મિત્રોના નામ પણ સામેલ છે.