અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, USના ફાઈટર જેટ્સ ગમે ત્યારે ઉડવા માટે તૈયાર

738

કોરોનાને લઈને સામ સામે આવી ચુકેલી દુનિયાની બે મહાશક્તિ અમેરિકા અને ચીને હવે દક્ષિણ મહાસાગરમાં ખાંડા ખખડાવવાનું શરૂ કર્યું છે.અહીં બંને વચ્ચે તણાવ વધી રહ્યો છે.અમેરિકાનો આરોપ છે કે,ચીનનું સૈન્ય દક્ષિણ ચીન સાગરમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે તો બીજી બાજુ ચીનનો આરોપ છે કે,અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભુ કરી રહ્યું છે.

આ વધતા તણાવ વચ્ચે ચીનના જંગી યુદ્ધ જહાંજોએ લાઈવ યુદ્ધાભ્યાસ અભ્યાસ કર્યો છે.જેથી અમેરિકાએ પણ અલાસ્કામાં પોતાના બ્રમ્હાસ્ત્ર કહેવાતા F-35 ફાઈટર જેટ્સને એલર્ટ મોડ પર તૈયાર કરી દીધા છે.

ચીન સાથેનો તણાવ વધતા અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પરે કહ્યં હતું કે,ચીનની સેના દક્ષિણ ચીન સાગરમાં આક્રમક વલણ અપનાવી રહી છે.ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ કોરોના વાયરસને લઈને તેના પર લાગેલા આરોપો પરથી ધ્યાન હટાવવા માટે અને પોતાની છબી સુધારવા માટે ખોટી અફવાઓ ફેલાવવાનું અભિયાન વધારે ઝડપી બનાવી દીધું છે.

દક્ષિણ ચીન સાગરમાં પીએલએનો આક્રમક વ્યવહાર

એસ્પેરે પેંટાગનમાં પત્રકાર સમ્મેલનમાં કહ્યું હતું કે, ચાઈને કમ્યુનિસ્ટ પાર્ટીએ આરોપો પરથી ધ્યાન હટાવવા માટે અને પોતાની છબી સુધારવા માટે ખોટી માહિતીઓ ફેલાવવાનું અભિયાન હાથ ધર્યું છે.સાથે જ દક્ષિણ ચીન સાગરમાં પીએલએનો આક્રમક વ્યવહાર પણ જોવા મળી રહ્યો છે.ફિલીપાઈન્સની નૌકાસેનાને ધમકાવવાનો,માછલી પકડનારી વિયેતનામની નૌકાને ડુવાડવાનો અને અન્ય દેશોને પણ સમુદ્રના પેટાળમાં રહેલા ગેસ અને ક્રુડ ઓઈલ સંબંધીત ગતિવિધિઓને લઈને ડરાવવા-ધમકાવવાનો વ્યવહાર આ દિશામાં જ ઈશારો કરે છે.

એસ્પરે કહ્યું હતું કે,અનેક દેશ વૈશ્વિક મહામારીના કારણે પોતાની આંતરીક બાબતો સામે ઝઝુમી રહ્યાં છે અને આ દરમિયાન અમેરિકાના રણનૈત્તિક પ્રતિસ્પર્ધી પોતાના લાભ માટે થઈને બીજાના ભોગે આ સંકટનો લાભ ઉઠાવવા માંગે છે.ચીન કોરોનાને લઈને પણ શરૂઆતથી જ પારદર્શી નથી રહ્યું.જો ચીન વધારે પારદર્શી રહ્યું હોત તો અમે કોરોના વાયરસને સમજી શક્યા હોત અને સંભવત: દુનિયા પણ આજે આ સ્થિતિમાં ના હોત.

ચીનનો સાઉથ ચાઈના સીમાં લાઈવ યુદ્ધાભ્યાસ

ચીને પણ અમેરિકા સામે કોઈ પણ યુદ્ધ માટે પોતાની તૈયારીઓ વધારી દીધી છે.ચીના યુદ્ધ જહાજ, જંગી જહાજ અને ફાઈટર જેટ્સએ લાઈન યુદ્ધાભ્યાસ હાથ ધર્યો છે. એટલુ જ નહીં પણ ચીનનીએ સેનાએ પડકાર ફેંકતા કહ્યું છે કે,અમે પણ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છીએ.એટલુ જ નહીં ચીને સબમરીનોનો નાશ કરનારા વિમાનોની પણ દક્ષિણ ચીન સમુદ્રમાં ગતિવિધિઓ વધારી દીધી છે. ચીને આ પગલુ એવા સમયે ભર્યું છે જ્યારે અમેરિકા સતત આ વિસ્તારમાં પોતાના સૈન્ય જહાજો મોકલી રહ્યું છે.અમેરિકાના સર્ચ વિમાન પણ આ વિસ્તારમાં સતત ચક્કર લગાવતા રહે છે.

Share Now