કોવિડ-19ને કારણે ક્રૂડ સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો

277

નવી દિલ્હી,

માર્ચ મહિનામાં કોવિડ-19ની નકારાત્મક અસર દેશના ક્રૂડ સ્ટીલના ઉત્પાદન પર થઈ હતી.માર્ચ મહિનામાં સ્ટીલનું ઉત્પાદન 23 ટકા ઘટીને 73.8 કરોડ ટનનું થયું હતું.સત્તાવાર સાધનો અનુસાર દેશમાં સ્ટીલનો વપરાશ આગલા મહિનાની સરખામણીએ માર્ચમાં 6.6 ટકા ઘટીને 5.80 લાખ ટનનો રહ્યો હતો.માર્ચમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન સર્જાતા ઉત્પાદન અને માગને ગંભીર અસર થઈ હતી.માર્ચમાં ક્રૂડ સ્ટીલના ઉત્પાદનમાં મોટો 22.7 ટકાનો ઘટાડો થયો હતો અને 73.8 કરોડ ટન રહ્યું હતું જે ફેબ્રુઆરી 2020માં 95.6 કરોડ ટન રહ્યું હતું.આયાત-નિકાસના કામકાજને પણ તેની નકારાત્મક અસર થઈ હતી.2019-20માં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 2.2 ટકા ઘટીને 108.500 એમટીનું થયું હતું.

Share Now