જર્નાલિઝમનુ સર્વોચ્ચ સન્માન પુલિત્ઝર પ્રાઈઝ મેળવનાર પત્રકારોને ટ્રમ્પે કહ્યા ચોર

302

નવી દિલ્હી,તા.8.મે.2020

જર્નાલિઝમના જગતમાં પુલિત્ઝર પ્રાઈઝ બહુ પ્રતિષ્ઠિત મનાય છે.જોકે મીડિયાની સામે શિંગડા ભેરવવા માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રાઈઝ જીતનારા પત્રકારોને પણ આડે હાથ લીધા છે.

ટ્રમ્પે આ સન્માન મેળવનારા પત્રકારોને ચોર કહ્યાહ તા અને કહ્યુ હતુ કે, તેઓ પત્રકાર નહી પણ ચોર છે.તેમને આ પુરસ્કાર પાછો આપવા માટે ફરજ પાડવી જોઈએ.કારણકે તેઓ ખોટા હતા.આ એવોર્ડ જીતનારા પત્રકારોને અમેરિકાના પ્રમુખની ગત ચૂંટણીમાં રશિયાનો હાથ હોવાની તપાસના કવરેજ માટે સન્માન મળ્યુ છે.ટ્રમ્પે કહ્યુ હતુ કે,જે દસ્તાવેજો સામે આવી રહ્યા છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે,રશિયા સાથે ચૂંટણી જીતવા માટે કોઈ મિલીભગત નહોતી.

તેમણે કહ્યુ હતુ કે, પુલિત્ઝર પ્રાઈઝ પાછુ આપવામાં આવે.કારણકે તમને ખબર છે કે,આ ખોટા કામ માટે આપવામાં આવ્યુ છે.આ પ્રાઈઝ જેના માટે અપાયુ છે તે અહેવાલો બોગસ હતા.પ્રાઈઝ આપનાર કમિટી માટે પણ આ શરમજનક વાત છે.ટ્રમ્પે આગળ કહ્યુ હતુ કે,જે સાચા અહેવાલો પ્રકાશિત કરે તેવા પત્રકારોને પુલિત્ઝર પ્રાઈઝ મળવુ જોઈએ અને હું આવા પત્રકારોનુ લાંબુ લિસ્ટ આપી શકુ છું.

Share Now