ગરમીમાં ખત્મ થઈ જશે કોરોના વાયરસ?

318

વૈશ્વિક સ્તર પર થયેલી એક સ્ટડી અનુસાર દુનિયાભરમાં હવે ગરમીની ઋતુ આવી ચુકી છે.કેટલાક સ્થાનો પર આવી રહી છે,પરંતુ ગરમી અને ભેજવાળી ઋતુ કોરોના વાયરસ કોવિડ-19નું કંઇ નહીં બગાડી શકે.ગરમ હવામાનથી કોરોના વાયરસ ખત્મ થવાનો નથી.કોરોના વાયરસ આ જ રીતે દુનિયા પર કહેર વરસાવતો રહેશે.

144 દેશો પર કરવામાં આવ્યો અભ્યાસ

દુનિયાભરમાં થયેલા આ અભ્યાસમાં 144 દેશ સામેલ હતા.આમાં મુખ્ય રીતે અમેરિકા,કેનેડા,ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકો સામેલ હતા.આ સ્ટડી કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થઈ છે.આ સ્ટડીમાંથી ચીન,ઇટાલી,ઈરાન અને સાઉથ કોરિયાને હટાવવામાં આવ્યા છે,કેમકે અહીં કોરોનાનાં કેસ યા તો વધારે છે અથવા ઘણા ઓછા.

ગરમીનાં કારણે નથી રોકાતો વાયરસ

કેનેડાની સેંટ માઇકલ હૉસ્પિટલ અને ટોરન્ટો યૂનિવર્સિટીનાં રિસર્ચર પીટર જૂનીએ જણાવ્યું કે અમારી સ્ટડીમાં કોરોના વાયરસને રોકવા માટે દુનિયાભરમાં કરવામાં આવી રહેલા પ્રયત્નોને પણ સામેલ કરવામાં આવ્યા છે.જેથી એ જાણી શકાય કે બીમારીનાં ફેલવાનો અને રોકવાનો દર કેટલો છે.પીટર જૂનીએ જણાવ્યું કે,અમે 7 માર્ચથી 12 માર્ચ સુધી આખી દુનિયામાં ઊંચાઈ,તાપમાન,ભેજ,બંધ સ્કૂલ,પ્રતિબંધ,સામૂહિક આયોજનોને સંક્રમણથી જોડીને વિશ્લેષણ કર્યું તો જાણવા મળ્યું કે ગરમી અને ભેજનો આ વાયરસની રોકથામ સાથે કોઈ સંબંધ નથી.

જૂનીએ જણાવ્યું કે, અમને પહેલા કરેલી નાની સ્ટડીથી જાણવા મળ્યું હતુ કે ગરમી અને ભેજથી કોરોના વાયરસની ગતિ ઓછી થશે,પરંતુ જ્યારે અમે અભ્યાસનું સ્તર વધાર્યું અને ઘણીવાર મોટા પ્રમાણમાં સ્ટડી કરી તો પરિણામ વિપરીત નિકળ્યા.એટલે કે ગરમી અને ભેજની કોરોના પર કોઈ અસર નથી,પરંતુ સ્કૂલ બંધ કરવી,સામૂહિક આયોજનો પર પ્રતિબંધ અને સોશિયલ ડિસ્ટન્સિંગ કામ આવ્યું.

ઘરમાં રહેવું એ જ સૌથી સુરક્ષિત વિકલ્પ

આના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ઘણું રોકાયું છે. આ અધ્યયન કરનારા રિસર્ચર પ્રોફેસર ડિયોની જેસિંકે કહ્યું કે ગરમીનાં હવામાનથી કોરોના ડરવાનો નથી.પ્રોફેસર ડિયોની જેસિંકે કહ્યું કે સારું રહેશે કે લોકો કોરોના વાયરસનાં સમયે ઘરોમાં રહે.સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઇજીનનું સંપૂર્ણ ધ્યાન રાખે.જેટલું વધારે આ ચીજોનું ધ્યાન રાખવામાં આવશે, એટલી જ દુનિયા સુરક્ષિત રહેશે અને આના પર રહેનારા માણસો પણ.

Share Now