કોરોનાના કહેર વચ્ચે અમેરિકાએ ઉજવ્યો પ્રાર્થના દિવસ, વ્હાઇટ હાઉસના રોજ ગાર્ડનમાં હિન્દુ પંડિત પાસે કરાવ્યો શાંતિ પાઠ

382

અમેરિકા આ સમયે કોરોના વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યું છે.આ દરમિયાન અમેરિકાએ પોતાનો રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ ઉજવ્યો.જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પની ઉપસ્થિતિમાં વ્હાઇટ હાઉસના રોજ ગાર્ડનમાં પ્રાર્થના દિવસની ઉજવણી થઇ.આ દરમિયાન વૈદિક શાંતિ પાઠનું ઉચ્ચારણ પણ કરવામાં આવ્યું હતુ.

મંત્ર પ્રાર્થનાનું ઉચ્ચારણ કરવામાં આવ્યું

આ શાંતિ પાઠના ઉચ્ચારણ માટે ખાસ હિન્દૂ પંડિતને બોલાવવામાં આવ્યા હતા. BAPS સ્વામી નારાયણ મંદિરના પુજારી હરિશ બ્રહ્મભટ્ટે અહીં વૈદિક મંત્રનું ઉચ્ચારણ કર્યું હતુ.અહીં માત્ર શાંતિ પાઠનું જ નહીં, પરંતુ અન્ય તમામ ધર્મોના ગુરૂઓને બોલાવવામાં આવ્યા હતા અને મંત્ર પ્રાર્થનાનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતુ.દરેક વ્યક્તિએ આ સમયે કોરોના સંકટનો સામનો કરી રહેલા અમેરિકાવાસીઓના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને ભગવાન પાસે આર્શિવાદ માગ્યા કે, તમામ લોકો વહેલીતકે આ સંકટમાંથી બહાર આવી જાય.

સંસ્કૃતમાં મંત્રોનું ઉચ્ચારણ કર્યુ

અહીં હરિશ બ્રહ્મભટે પહેલા સંસ્કૃતમાં મંત્રોનું ઉચ્ચારણ કર્યુ હતુ બાદમાં ત્યાં ઉપસ્થિત રહેલા લોકોએ તેનું અંગ્રેજીમાં અનુવાદન કર્યુ હતુ.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પ્રાર્થના માટે પુજારીનો આભાર માન્યો હતો.ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ સમયે મોટા સંકટમાંથી પસાર થઇ રહ્યું.તેવામાં આપણ બધા પ્રાર્થના કરીએ કે ભગવાન આપણી રક્ષા કરે.

Share Now