ઈવાન્કા ટ્રમ્પના પર્સનલ આસિસ્ટન્ટને કોરોના પોઝિટિવ

282

– કોરોના સંક્રમીત થયાના એક દિવસ અગાઉ ગુરૂવારે કૈટીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

વોશિંગ્ટન,તા.૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પના પર્સનલ આસિસ્ટન્ટ કથિત રીતે કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે.આ અંગેની જાણકારી પર પ્રકાશ પડતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.જોકે,જે વ્યકિત કોરોનાની લપેટમાં આવ્યો છે તે છેલ્લા થોડા અઠવાડિયાથી ઈવાન્કા ટ્રમ્પના સંપર્કમાં આવ્યા ન હતા.ઈવાન્કા અને તેના પતિ જેરેડ કિશ્નર બંનેએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે શુક્રવારના રોજ જ નેગેટિવ આવ્યો હતો.નોંધનીય છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસના પ્રેસ સચિવ કૈટી મિલરનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ પેંસે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો.જોકે,તે બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.ઈવાન્કાના પિતા અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ વ્હાઈટ હાઉસમાં કોરોના વાયરસ ફેલાવવાની વાતથી ચિંતિત નથી.અધિકારીઓએ જણાવ્યું કે, પરિસર માટે સુરક્ષા પ્રોટોકોલ વધારે કડક કરવામાં આવી રહ્યા છે.ઉપરાષ્ટ્રપતિના પ્રેસ સચિવ કૈટી શુક્રવારના રોજ સંક્રમીત મળી આવ્યા હતા.જોકે, તાજેતરમાં પેંસની સાથે ઉપરાષ્ટ્રપતિએ કોઈ મુલાકાત કરી નહતી.કૈટી મિલર ટ્રમ્પના મુખ્ય સલાહકાર સ્ટીફન મિલરના પત્ની છે.ખાસ વાત તો એ છે કે કૈટીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના એક જ દિવસ પહેલા એટલે કે ગુરૂવારના રોજ તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.જોકે,વ્હાઈટ હાઉસે હજી સુધી આ અંગે કોઈ માહિતી નથી આપી કે સ્ટીફન મિલરની પણ કોરોનાની તપાસ કરવામાં આવી છે કે નહીં.તેમજ તેઓ હજી પણ વ્હાઈટ હાઉસમાં કામ કરી રહ્યા છે કે નહીં.

Share Now