રેલવે બાદ હવે સરકાર સ્થાનિક ઉડાનો શરૂ કરવાની કરી શકે છે જાહેરાત

395

લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે કેન્દ્ર સરકારે ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.ત્યારે આ બધા વચ્ચે ઘણા લોકો આશા રાખીને બેઠા છેકે,ફ્લઈટ્સની સેવા પણ ચાલુ કરી દેવામાં આવે.ચિંતા ન કરતાં હવે ફ્લાઈટ્સ માટે પણ વધારે રાહ જોવી નહી પડે.કેન્દ્ર સરકાર જલ્દીથી ફ્લાઈટ્સની સેવા શરૂ કરી શકે છે.

18 મેથી ફ્લાઈટ્સ શરૂ થવાની આશા

કેન્દ્ર સરકાર આગામી 1-2 દિવસમાં ફ્લાઈટ્સ શરૂ કરવાના દિવસની જાહેરાત કરી શકે છે.રવિવારે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ દિલ્હી એરપોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ છે.સૂત્રોનું કહેવું છેકે, સરકાર 18મેથી એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી શકે છે.

આ સુરક્ષા ઉપાય થઈ શકે અનિવાર્ય

મામલા સાથે જોડાયેલાં એક અન્ય અધિકારીનું કહેવું છેકે, એરપોર્ટ ખોલવામાં તો આવશે,પરંતુ અમુક સુરક્ષાનાં નિયમોને જોડવામાં આવશે.એટલેકે, એરપોર્ટમા તમારે માસ્ક અને ગ્લવ્ઝ પહેરવા અનિવાર્ય બની શકે છે.તેના સિવાય પ્રવેશ માટે આરોગ્ય સેતુ એપ અને ડોક્ટર પાસે કોરોના મુક્ત હોવાનું સર્ટિફિકેટ દેખાડવું પડી શકે છે. સાથે જ ચેક-ઈન કાઉન્ટરની લાઈનથી લઈને પ્લેનમાં બેસવા સુધી 4 મીટરની દૂરી રાખવી અનિવાર્ય બની શકે છે.

ઉલ્લેખનીય છેકે,ગયા સપ્તાહે જ સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યા હતાકે, એરપોર્ટને જલ્દીથી ખોલવામાં આવી શકે છે. જોકે, તેમણે એવું પણ કહ્યુ હતુકે,પહેલાં તબક્કામાં ફક્ત ગ્રીન ઝોનવાળા શહેરોથી જ તેની શરૂઆત થઈ શકે છે.હાલમાં સરકારે એરપોર્ટ ખોલવા સંબંધે કોઈ જાહેરાત કરી નથી પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છેકે,આજે અથવા તો કાલે તેની જાહેરાત થઈ શકે છે.

Share Now