દુનિયા આખીને ધંધે લગાડ્યા બાદ હવે ચીન જ બોલાવશે કોરોનાનો ખાત્મો : 100 લોકો પર પુરો કર્યો વેક્સિન ટ્રાયલ

264

ચીન : ચીનમાં બનાવવામાં આવેલી કોરોના વાયરસની એક વેક્સિનને લઇને આશાઓ વધી છે.લગભગ 108 લોકો પર આ વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો.ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે વેક્સિન વાયરસની વિરુદ્ધ ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે.ચીની વેક્સિનનાં ટ્રાયલને લઇને મેડિકલ જર્નલ The Lancetમાં રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.ન્યૂયૉર્ક ટાઇમ્સમાં છપાયેલા સમચાર પ્રમાણે રિસર્ચર્સે અનેક લેબમાં વેક્સિનને લઇને સ્ટડી કરી.

ચીનની કંપનીએ તૈયાર કરી કોરોના વેક્સિન

ચીનની AD5 વેક્સિનને CanSino કંપનીએ તૈયાર કરી છે.આ વેક્સિનને ઑક્સફૉર્ડ યૂનિવર્સિટી તરફથી તૈયાર કોરોના વેક્સિન અને અમેરિકી કંપની મૉડર્નાની વેક્સિનથી આગળ સમજવામાં આવી રહી છે.આ વર્ષની શરૂઆતમાં જ ચીની વેક્સિનનો હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ ગયો હતો.જો કે ચીની વેક્સિનની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી છે જેમ કે દુ:ખાવો અને ફીવર,પરંતુ આ એક મહિનાની અંદર ખત્મ થઈ ગયો.વેક્સિનથી કોઈ ગંભીર ખતરો પેદા નથી થયો.

100થી વધારે ટીમો કોરોના વેક્સિનની શોધ કરી રહી છે

સ્ટડીમાં સામે આવ્યું છે કે વેક્સિન આપ્યાનાં 28 દિવસ બાદ વ્યકતિનાં શરીરમાં ઇમ્યૂન રિસ્પોન્સ સૌથી વધારે હતો. ઉલ્લેખનીય છે કે અત્યારે દુનિયાનાં અલગ-અલગ દેશોમાં મેડિકલ સાયન્ટિસ્ટની લગભગ 100 ટીમો વેક્સિનની શોધ કરવામાં લાગી છે. Pfizer, BioNTech અને CanSino જેવી કંપનીઓ કોરોના વેક્સિનનો હ્યૂમન ટ્રાયલ શરૂ કરી ચુકી છે.

અમેરિકાની મૉડર્ના કંપનીએ પણ 8 લોકો પર કર્યો ટ્રાયલ

અમેરિકાનાં સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગે ગુરૂવારનાં કહ્યું હતુ કે ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીની વેક્સિન તૈયાર કરવા માટે દવા કંપની AstraZenecaને 1.2 બિલિયન ડૉલર સુધીની રકમ આપવામાં આવશે.સોમવારનાં અમેરિકી કંપની મૉડર્નાએ કોરોના કંપનીનાં પહેલા રાઉન્ડનાં ટ્રાયલની જાણકારી આપી હતી.પહેલા રાઉન્ડમાં ફક્ત 8 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.કંપનીએ કહ્યું હતુ કે વેક્સિન સુરક્ષિત જોવા મળી રહી છે અને ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કરે છે.બુધવારનાં બૉસ્ટનનાં રિસર્ચર્સે કહ્યું હતુ કે એક વેક્સિન પ્રોટોટાઇપે વાંદરાઓને કોરોના સંક્રમિત થવાથી બચાવી લીધા.

Share Now