મોદીની ટેક માથે પડશે ? ગુજરાતમાં રૂપાણી શાસનમાં ‘કોંગ્રેસ મુક્ત ભાજપ’ ને બદલે ‘કોંગ્રેસ યુક્ત ભાજપ’ બની રહ્યું છે

303

સમય અગાઉ નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં કોંગ્રેસમુક્ત ભારત ની વાતો કરતા હતા પરંતુ હાલમાં ગુજરાતમાં જે રાજકીય ખેલ ચાલી રહ્યો છે,એ ખેલ જોતા એવું લાગે છે કે ‘કોંગ્રેસ મુક્ત ભારત ને બદલે કોંગ્રેસ યુકત ભાજપ’ બની રહ્યું છે.કરઝણના અક્ષય પટેલ,કપરડાના જીતુ ચૌધરી પછી હવે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ હવે રાજીનામુ આપી દેતા કોંગ્રેસ પાયા વિનાની ખુરશી જેવી બની રહી છે.

અત્રે નોંધનીય છે કે, ઓગસ્ટ-૧૯ની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના અનેક MLA પાસે ક્રોસવોટિંગ કરાવ્યું હતું.જો કે, તેમાંથી બળવાખોર રાઘવજી પટેલનો વોટ રદ્દ થતા બળવંતસિંહનો કારમો પરાજય થયો હતો.આ ઐતિહાસિક ભૂલ પછી ક્રોસવોટિંગને બદલે કોંગ્રેસના MLA ઓછા કરીને કુલ મતોનું મૂલ્ય જ ઓછું કરવાનો રસ્તો અખત્યાર કર્યો છે.આથી, આ ચૂંટણીમાં ૭૦માંથી ૮ ઓછા થતા હવે કોંગ્રેસમાં એક જ ઉમેદવાર જીતે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જો કે,મેરજાના રાજીનામા બાદ વિધાનસભામાં સંખ્યા ઘટીને ૧૭૨એ પહોંચી છે.ભાજપના ૧૦૩,કોંગ્રેસના ૬૫ વત્તા એક અપક્ષ જીગ્નેશ મેવાણી એ કુલ ૬૬, BTPના બેનો સમાવેશ થાય છે.રાજ્યસભા ચૂંટણીના ફોમ્યુલા મુજબ એક મતનું મૂલ્ય ૧૦૦ ગણાતા કૂલ મુલ્ય ૧૭,૨૦૦ થયુ છે.જીતના ગણિતમાં ચાર બેઠકો વત્તા એક એમ કૂલ પાંચ વડે ૧૭,૨૦૦ને ભાગતા જીતનો ક્વોટા ૩૪૪૦ વત્તા એક એમ કુલ ૩૪૪૧એ પહોંચ્યો છે.ભાજપ પાસે ૧૦૩ સભ્યો તો છે જ,તેમાં કાંધલને ઉમેરતા ૧૦૪ ગુણ્યા ૧૦૦ કરવાથી મતોનું ૧૦,૪૦૦ મુલ્ય થાય છે.ભાજપને ત્રણ બેઠકો જીતવા ૧૦,૩૨૦ મત જોઈએ.સામા પક્ષે કોંગ્રેસ પાસે ૬૬૦૦નું ભારાંક છે.જેમાં BTPના ૨૦૦મું મૂલ્ય ઉમેરાય તો પણ કોંગ્રેસના બેમાંથી એક જ ઉમેદવાર જીતી શકે તેમ છે.

Share Now