કોરોનાની દવા? રામ(દેવ) જાણે! નિમ્સ યુનિવર્સિટીના માલિક તોમરે હાથ ખંખેર્યા

441

નવી દિલ્હી તા.26 : કોરોના મહામારીની દવાની શોધ ચાલી રહી છે ત્યાં અચાનક પાંગગુલ બાબા રામદેવે કોરોનાની દવા તેમણે શોધી લીધી હોવાનો દાવો કર્યો હતો અને ગણતરીના કલાકોમાં આયુષ મંત્રાલયે આ દવાના પ્રચાર પર રોક લગાવતા બાબા રામદેવ પર પસ્તાળ પડી હતી ત્યારબાદ અનેક ફણગા ફુટી રહ્યા છે, આ મામલે બાબા રામદેવને કાનૂની નોટીસો પણ મળવા લાગી છે.

દરમિયાન જેમના સહયોગથી કોરોનાની આયુર્વેદીક દવા પતંજલીએ જેમના સહયોગથી બનાવેલી તે નિમ્સ વિશ્વ વિદ્યાલયના માલિક અને ચેરમેન બી.એસ.તોમરે જણાવ્યું હતું કે, અમે અમારી હોસ્પિટલોમાં કોરોનાની દવાની કોઈપણ કલીનીકલ ટ્રાયલ નથી કરી.

અમે ઈમ્યુનીટી બુસ્ટરના રૂપમાં અશ્ર્વ ગંધા, ગિલોય અને તુલસી આપી હતી.મને નથી ખબર કે યોગગુરુ રામદેવે તેને કોરોનાની સો ટકા સારવાર કરનાર કેવી રીતે બતાવી. સ્પષ્ટ છે કે કોરોનાનો 100 ટકા ઈલાજનો દાવો કરનાર ઔષધી ‘કોરોનીલ’ ને લઈને પતંજલીની મુશ્કેલીઓ વધી લાગી છે.એકબાજુ રાજસ્થાન સરકારે બાબા રામદેવ પર કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે તો ઉતરાખંડ સરકારે પતંજલીનો નોટીસ પણ મોકલી છે!

ઉતરાખંડ લાયન્સીંગ ઓફીસરનું કહેવું છે કે,પતંજલીની અરજીમાં લાયસન્સ જાહેર કરેલું આ અરજીમાં કયાંય પણ કોરોના વાયરસનો ઉલ્લેખ નહોતો.એમાં કહેવાયુ હતું કે અમે ઈમ્યુનીટી વધારવા, કફ,તાવની દવા બનાવવાનું લાયસન્સ લઈ રહ્યા છીએ. ભાગ તરફથી પતંજલીને નોટીસ પાઠવાઈ છે.

Share Now