CBDTએ ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર, 2020 કરી

276

સરકારે નાણાકિય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધુ બે મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. ઇનકમ ટેક્સ વિભાગએ કહ્યું કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી ઇનકમ ટેક્સદાતાઓને વધુ રાહત આપતાં સીબીડીટી એટલે કે કેન્દ્રીય પ્રત્યક્ષ દર બોર્ડએ નાણાકિય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2020થી લંબાવીને 30 સપ્ટેમ્બર 2020 કરી દીધી છે. નોંધનીય છે કે,નાણાકીય વર્ષ 2018-19નું મૂળ અથવા સંશોધિત ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ ત્રીજી વાર વધારવામાં આવી છે.

CBDT દ્વારા ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ ત્રીજી વાર વધારવામાં આવી છે.નાણાકિય વર્ષ 2018-19 માટે 31 માર્ચ 2020 સુધી આઈટીઆર દાખલ કરવાનું હતું.જોકે તેને પહેલા 30 જૂન સુધી વધારવામાં આવી.પછી તેને લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી અને હવે તેને વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરી દેવામાં આવી છે.

CBDTએ હાલમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીના રિટર્ન ફાઇલિંગથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવાથી કેટલાક એવા ટેક્સપેયર્સની જાણકારી મળી છે,જેઓએ ઘણી વધુ લેવડ-દેવડ કરી છે,પરંતુ તેઓએ અસેસમેન્ટ યર 2019-20 (નાણાકીય વર્ષ 2018-19ના સંદર્ભમાં) માટે રિટર્ન દાખલ નથી કર્યું.રિટર્ન દાખલ નહીં કરવા ઉપરાંત રિટર્ન ફાઇલ કરનારા અનેક એવા લોકોની ઓળખ થઈ છે,જેમના વધુ રકમના લેવડ-દેવડ અને તેમના ઇનકમ ટેક્સ રિટર્ન પરસ્પર મેળ નથી ખાતા.

CBDT કેમ વધારી રહ્યું છે તારીખ

CBDTએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રિટર્નના ફાઇલિંગથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવાથી એવા ટેક્સપેયર્સની માહિતી મળી છે, જેમણે ઘણી વધારે લેવડદેવડ કરી છે, પણ એમણે એસેસમેન્ટ યર 2019-20 (નાણાકીય વર્ષ 2018-19ના સંદર્ભમાં) રિટર્ન ભર્યું નથી.રિટર્ન નહીં ભરવાવાળા સિવાય રિટર્ન ફાઇલ કરવાવાળા કેટલાય લોકોની ઓળખ થઈ છે, જેમણે વધુ નાણાના વ્યવહારો અને તેમના આવકવેરા રિટર્ન આપસમાં મેળ નથી ખાતાં.

ઈ-કેમ્પેન 31 જુલાઈ, 2020એ પૂરું

વિભાગે જણાવ્યું હતું કે 11 દિવસો સુધી ચાલનારા ઈ-કેમ્પેન 31 જુલાઈ, 2020એ પૂરું થશે અને આ દરમ્યાન આ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમમણે રિટર્ન ભર્યું છે અથવા તેમના રિટર્નમાં કેટલીક ખામીઓ છે. આ કેમ્પેન હેઠળ આવકવેરા વિભાગ ઓળખી કાઢવામાં આવેલા ટેક્સપેયર્સને ઈમેઇલ અથવા SMS મોકલશે. જેથી પ્રાપ્ત સૂચના અનુસાર તેમના નાણાકીય વ્યવહારોને વિગતવાર ચકાસી શકાય.આવકવેરા વિભાગને આ સૂચના નાણાકીય વ્યવહારોની વિગતો Statement of Financial Transactions (SFT), Tax Deduction at Source (TDS), Tax Collection at Source (TCS), Foreign Remittances (Form 15CC) જેવા દસ્તાવેજોમાંથી મળી છે.

બોર્ડે કહ્યું છે કે ઈ-ઝુંબેશનો હેતુ ટેક્સપેયર્સને ટેક્સ અથવા નાણાકીય વ્યવહારો સંબંધી માહિતી ઓનલાઇન ખરાઈ કરવામાં મદદ કરવાનો અને સ્વૈચ્છિક સ્વીકારને પ્રોત્સાહન આપવાનો છે. આ કેમ્પેન હેઠળ ટેક્સપેયર્સ પોર્ટલ પર નાણાકીય વ્યવહારો સંબંધી એક્સેસ કરી શકશો અને ઓનલાઇન રિસ્પોન્સ પણ સબમિટ કરી શકશો, જેનાથી તેમણે ઇન્કમ ટેક્સ ઓફિસ નહીં જવું પડે.

Share Now