બ્રિટન રાજસ્થાનમાંથી ચોરાયેલી ભગવાન શિવની મૂર્તિ પાછી મોકલશે

330

– ભારત-બ્રિટન સરકારના સહયોગથી મૂર્તિ ASIને સોંપશે

લંડન : શ્રાવણના પવિત્ર માસ માટે શિવભક્તો માટે સારા સમાચાર છે.ભગવાન શિવની નવમી શતાબ્દીની એક દુર્લભ જોવા મળતી મૂર્તિ બ્રિટનથી ભારતને પાછી આપી દેવામાં આવશે.ચોરોએ રાજસ્થાનના એક મંદિરમાંથી આ મૂર્તિની ચોરી કરી હતી અને બ્રિટનમાં સ્મગલ કર્યું હતું.હવે આ મૂર્તિ આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને પાછી અપાશે.ચાર ફુટ ઊંચી પથ્થરની ભગવાન શિવની નટરાજની મુદ્રા ધરાવતી આ મૂર્તિ અતિ દુર્લભ મનાય છે.

આ મૂર્તિ ૧૯૯૮માં રાજસ્થાનના બરોલીના ઘાતેશ્વર મંદિરમાંથી ચોરી હતી.૨૦૦૩માં એવું જાણવા મળ્યું હતું કે આ મૂર્તિ બ્રિટનમાં સ્મગલ કરાઇ છે.બ્રિટનમાં ભારતના હાઇ કમીશને કહ્યું હતું કે ‘લંડનમાં આ માહિતી મળી તો બ્રિટન સત્તાવાળાઓનો સંપર્ક કરાયો હતો અને તેમના સહકારથી આ બાબત મૂર્તિ જેની પાસે હતી તેને જાણ કરાઇ હતી.તેણે સ્વૈચ્છિકરીતે આ મૂર્તિ ૨૦૦૫માં ભારતીય હાઇ કમીશનને પાછી આપી હતી.’

Share Now