બેંકે તમને એડવાન્સમાં આ લાભ આપ્યો હશે તો કરન્ટ ખાતાનો નહીં મળી લાભ, બદલાઈ ગયા છે નિયમો

252

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે (RBI) ના રોજ બેંકમાં રોકડ લોન અથવા ઓવરડ્રાફ્ટ સુવિધાઓ મેળવનારા ગ્રાહકો માટે ચાલુ ખાતું ( કરન્ટ ખાતુ ) ખોલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. RBIએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મામલે શિસ્તની જરૂર છે.એક જાહેરનામામાં,સેન્ટ્રલ બેંક (RBI) એ કહ્યું હતું કે તમામ ટ્રાન્ઝેક્શન નવું કરંટ એકાઉન્ટ ખોલવાને બદલે કેશ લોન અથવા ઓવરડ્રાફટ (ઓડી) એકાઉન્ટ દ્વારા થવું જોઈએ.જોકે,એક જ બેન્કમાં કરંટ એકાઉન્ટ બાબતે ગુજરાતમાં હવે વિરોધ થવા લાગ્યો છે.વેપારીઓ એક બેન્ક સિવાય અલગ અલગ બેન્કોમાં કરંટ ખાતા સિવાય લોન અને ઓવરડ્રાફ્ટની પણ સુવિધાઓ મેળવે છે.બેન્કના નવા નિયમોથી હવે ધીમેધીમે આરબીઆઈના નિયમો સામે વિરોધ થાય તેવી સંભાવના પણ છે.

RBIનો ચાલુ ખાતાને લઇને નવો આદેશ

જોકે, RBIએ આ પગલું પાછળનું કારણ શું છે તે જણાવ્યું નથી. નોંધપાત્ર વાત એ છે કે, 4,000 કરોડ રૂપિયાથી વધુના પીએમસી કોઓપરેટિવ બેંક કૌભાંડના કિસ્સામાં, ઘણા ખાતા ખોલવામાં આવ્યા હતા.અધિકારીઓનું કહેવું છે કે આ સિસ્ટમ સાથે જે છેતરપિંડી કરવામાં આવી હતી,તે સમયે જે ભૂલો કરાઈ હતી તેને કાબૂમાં કરવામાં આવશે. આખરે થાપણદારોના નાણાંનો બચાવ થશે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે કહ્યું હતું કે,દેવાની શિસ્ત માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.તેમણે કહ્યું હતું કે લોન લેનારાઓ દ્વારા ઘણા ખાતાઓના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આને ધ્યાનમાં રાખીને,ઘણી બેન્કોમાંથી લોન સુવિધા મેળવનારા લોનધારકો દ્વારા આવા ખાતા ખોલવા માટે સાવચેતીનાં પગલાં ભરવા જરૂરી છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર,બેન્કને કરન્ટ ખાતું ખોલવા અંગે નિયમો પાળવાની જરૂર છે.કોઈ પણ બેંક એવા ગ્રાહકોના વર્તમાન ખાતા ખોલાવશે નહીં કે જેમણે બેંકોમાંથી કેશ લોન (સીસી) / ઓવરડ્રાફટ સ્વરૂપે લોન સુવિધા મેળવી છે. આ ગ્રાહકોના તમામ વ્યવહાર સીસી / ઓડી ખાતા દ્વારા કરી શકાય છે.

Share Now